ભરૂચ,
ભરુચ જીલ્લાના હાસોંટ તાલુકાના સુણેવ કલ્લા ગામના શિવભક્ત યુવાનો ઉત્તરાખંડમા આવેલા પ્રસિધ્ધ જ્યોર્તિલિંગ કેદારનાથ જવા નીકળ્યા છે.જે ભરૂચથી પગપાળા યાત્રા કરી ૧૪૫૨ કિલોમીટરનુ અંતર ૪૦ દિવસમાં પૂરું કરી કેદારનાથ પહોંચી દર્શન કરશે.
દર વર્ષે શ્રાવણ મહિનામા ભારતમા આવેલા ભગવાન શિવના જ્યોર્તિલિંગોની આવેલા છે ત્યા સુધીની પગપાળા યાત્રા કરે છે.આજ સુધી તેઓ ૧૦ જેટલા જ્યોર્તિલિંગોના દર્શન કરી ચુક્યા છે.ભગવાન શિવ સાથે એક આધ્યાત્મિક ભાવ અને શ્રધ્ધા હોવાથી તેઓ આ પ્રકારની યાત્રા કરે છે.ભરુચ જીલ્લાના હાસોટ તાલુકાના સુણેવ કલ્લા ગામના ૧૫ જેટલા યુવાનો પ્રસિધ્ધ ચારધામની યાત્રાના મહત્વના ધામ એવા કેદારનાથ બાબાના દર્શને નીકળ્યા છે.શિવભકતો ટ્રેન,બસ થકી ઉત્તરાખંડ પહોચીને ત્યાથી પગપાળા યાત્રા કરે છે.પરંતુ હાસોટના સુણેવ કલ્લા ગામના શિવભકત યુવાનોની શિવભક્તિ જાણીને તમને પણ નમન કરવાનુ મન થશે.આ યુવાનો સાથે અન્ય સાત સહાયક યુવાનો પણ જોડાયા છે.બીએનઆઈ ન્યુઝ
ભગવાન શિવના ભારતમા ૧૨ જેટલા જ્યોર્તિંલિંગો આવેલા છે.આ શિવાલયો માંથી ૧૦ જેટલા જ્યોર્તિંલિંગોની યાત્રા પગપાળા કરી ચુક્યા છે.આ ૧૧ મા જ્યોર્તિલિંગ કેદારનાથની યાત્રાએ જવા નીકળ્યા છે.હાથમા જળકુંભ લઈને તેઓ વિવિધ જીલ્લાઓ માંથી પસાર થઈ રહ્યા છે.
ભરુચ જીલ્લાના હાસોંટ તાલુકાના સુણેવ કલ્લા ગામના શિવભક્ત યુવાનો ૨૫ જુલાઈના રોજ નીકળ્યા છે.આમ આ યુવાનો ૧૪૫૨ કિલોમીટરનુ અંતર ૪૦ દિવસમા કાપીને કેદારનાથ પહોચશે.બીએનઆઈ ન્યુઝ