(સંજય પટેલ, જંબુસર)
જંબુસર નગરપાલિકામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અબ્દુલ અજીજ ગુલામ રસુલ મલેક જેવો ૩૧/૦૭/૨૦૨૪ ના રોજ વય નિવૃત્ત થતા હોય તેમનો વય નિવૃત્તિ વિદાય સમારોહ નગરપાલિકા ખાતે દબાણ અને લાઈબ્રેરી ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં સદસ્ય વિશાલભાઈ પટેલ, સાકીરભાઈ મલેક,સલીમભાઈ પટેલ, કાદર બેગ મિર્ઝા,અગ્રણી વિરેનભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
અબ્દુલ અજીજ ગુલામ રસુલ મલેક જેઓ ૧/૧/૧૯૯૬ ના રોજ નાકા ક્લાર્ક તરીકે નિમણૂક પામ્યા હતા અને ૨૦૦૨ થી વેરા શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા.તેઓની ૨૮ વર્ષની નોકરી નિષ્ઠાપૂર્વક બજાવી તેવો ધીર ગંભીર,નિખાલસ ,સરળ અને શાંત સ્વભાવના અધિકારીઓ કર્મચારીઓ સાથે પાલિકામાં સુંદર ફરજ બજાવી આજે તેમનો વય નિવૃત્તિ વિદાય સમારંભ હોય ઉપસ્થિતોએ તેમનું આગામી જીવન ધાર્મિકતા, પરિવારજનો સાથે નીરોગી,સુખમય વિતાવે એવી શુભેચ્છા વ્યક્ત કરી તથા કર્મચારીઓ દ્વારા શાલ ઓઢાડી,સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહની નાદુરસ્ત તબિયતને કારણે આવી શકાય તેમ ન હોય તેઓનો શુભેચ્છા સંદેશ તથા નગરપાલિકા સીઓનો શુભેચ્છા સંદેશ લકધીરભાઈ જાંબુએ વાંચી સંભળાવ્યો હતો.
વય નિવૃત્તિ સમારોહમાં પાણી પુરવઠા એમ કે મકવાણા, મહેકમ ક્લાર્ક પ્રજ્ઞેશભાઈ ઠક્કર, વિનુભાઈ રાઠવા, મુકેશ ભાઈ ચૌહાણ ,હિતેશભાઈ પટેલ, બાબુભાઈ સોલંકી સહિત કર્મચારી ગણ હાજર રહ્યા હતા.