google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનેત્રંગ - અંકલેશ્વર વચ્ચેના હાડકાતોડ રસ્તાથી વાહન ચાલકોમાં આક્રોશ

નેત્રંગ – અંકલેશ્વર વચ્ચેના હાડકાતોડ રસ્તાથી વાહન ચાલકોમાં આક્રોશ

- ૪૫ કિમીના રસ્તાની છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલત : મામુલી વરસાદની સાથે મોટા-મોટા ખાડા પડ્યા - રૂ.૬૭ કરોડના ખર્ચે રસ્તાના નવિનીકરણ માટે મંજુર થયાના અહેવાલ

(વિજય વસાવા,નેત્રંગ) 

નેત્રંગ – અંકલેશ્વરનો રસ્તો વાહન ચાલકો અને રાહદારીઓ માટે માથાનો દુખાવો બની ગયો છે.નેત્રંગથી હજારોની સંખ્યામાં નિત્યક્રમ યુવાનો અંકલેશ્વર અને ભરૂચ જેવા ઔધોગિક એકમોમાં નોકરી કરવા જાય છે.વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે છે.વેપારી – ડોક્ટરો અંકલેશ્વરથી નેત્રંગ અપડાઉન કરે છે.નેત્રંગ – અંકલેશ્વર સુધીના ૪૫ કિમીના રસ્તાની છેલ્લા લાંબા સમયથી બિસ્માર હાલત છે.પરંતુ માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને કંઈ પડી નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.થોડા સમય પહેલા ચોપડે બતાવી શકાય તે માટે પ્રાથમિક સમારકામ કરવામાં આવ્યું હતું.પરંતુ પહેલા વરસાદમાં રસ્તાનું ભારે ધોવાણ થતાં પરીસ્થિતિ વધુ વિકટ બની છે.તેવા સંજોગોમા વાહન ચાલકો જીવના જોખમે રસ્તા ઉપરથી પસાર થતાં હોવાથી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.આ માર્ગ ગુજરાત અને મહારાષ્ટ્ર ને જોડતો માર્ગ હોવાથી અહીથી રોજનાં હજારો નાના મોટા વાહનોની અવર જવર રહેતી હોય છે.જેથી બિસ્માર માર્ગના કારણે અકસ્માતનો ભય રહેતો હોય છે.

નેત્રંગ – અંકલેશ્વરના રસ્તાના નવીનીકરણ માટે રૂ.૬૭ કરોડના ખર્ચે રસ્તાના મંજુર થયાના અહેવાલ મળ્યા છે.પરંતુ હાલ ચોમાસાના કારણે નવિનીકરણની કામગીરી હાથ ધરાશે નહીં તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.જેના પગલે સમગ્ર ચોમાસા દરમ્યાન વાહન ચાલકો અને રાહદારીઓને હાડકા જ ભાંગવા પડશે અને કોઈ નિર્દોષ વાહન ચાલકને જીવ પણ ગુમાવવો પડશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.

Oplus_0
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!