google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratસુરતમાં અમદાવાદ ACB ની સફળ ટ્રેપ : ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક...

સુરતમાં અમદાવાદ ACB ની સફળ ટ્રેપ : ખાણ ખનીજ વિભાગના મદદનીશ નિયામક અને ફ્લાઈંગ સ્કોર્ડ સુરતના ક્લાસ ૧ અધિકારી નરેશ જાનીએ ૨ લાખની લાંચ માંગી હતી

- કપિલ પ્રજાપતિ ઝડપાય ગયો જયારે ક્લાસ ૧ અધિકારી નરેશ જાની ફરાર થતા તપાસ શરુ - રેતીની કામગીરી દરમ્યાન ફરિયાદીને હેરાનગતિ નહિ કરવા માંગી હતી લાંચ - ભરૂચ જીલ્લાના માટી અને રેતી માફિયાઓ નરેશ જાની સાથે સીધી ભાગીદારી જ કરતો હોવાની ચર્ચા - ઘણા જીલ્લામાં ઈન્ચાર્જથી ચાલતું ભૂસ્તર વિભાગ : સરકાર કેમ કાયમી અધિકારી તરીકે કોઈને ચાર્જ કેમ ન સોંપતી હોવાની ચર્ચા

સુરત,
અમદાવાદ ACBની ટીમે સુરતમાં સફળ ટ્રેપ કરી હતી.જેમાં ખાણ-ખનીજ વિભાગના અધિકારીએ રેતી અંગેની કામગીરીમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા કામગીરી ન કરવા ૨ લાખની લાંચ માગી હતી.જેના પગલે જૂના સીમાડા રોડ પર છટકું ગોઠવી ACB એ અધિકારીને મદદ કરનારને ઝડપી પાડયો હતો.જ્યારે અધિકારી ભાગી જતા જેની શોધખોળ ચાલી રહી છે.હાલ તો ACB એ એક આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રેતીના કામકાજ સાથે સંકળાયેલા એક વ્યક્તિ મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરી કરે છે.જોકે આ કામગીરીમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહિ કરવા સારૂ ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં ક્લાસ ૧ અધિકારી તરીકે ખાણ-ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડમાં મદદનીશ નિયામક તરીકે કામ કરતા નરેશ જાની અને અન્ય એક કપીલ પરસોત્તમભાઈ પ્રજાપતિ દ્વારા લાંચની માંગ કરવામાં આવી હતી.જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી અમદાવાદ ACB માં ફરિયાદ કરી હતી.જેન પગલે ACBની ટીમે મદદનીશ નિયામક, ફિલ્ડ-૧, એ.સી.બી., ગુ.રા.,અમદાવાદના જી.વી.પઢેરીયા સુપરવીઝનમાં ટ્રેપીંગ અધિકારી એ.કે.ચૌહાણ,પો.ઈન્સ. એ.સી.બી., ફિલ્ડ-૧, ગુ.રા., અમદાવાદ તથા તેઓની મદદમાં ડી.બી.મહેતા, પો.ઇન્સ. એ.સી.બી., ફિલ્ડ-૩, ગુ.રા., અમદાવાદ તથા ટીમે મહાદેવ કાર્ટીગ, ગુજરાત એન્ટર પ્રાઈઝ,યોગી ચોક, બી.આર.ટી.એસ.રોડ, જુના સિમાડા રોડ ખાતે છટકું ગોઠવ્યું હતું.જે ફરિયાદ આધારે ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું જે લાંચનાં છટકા દરમ્યાન આરોપી કપિલ પ્રજાપતિ સ્થળ પર લાંચનાં નાણાં સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.જ્યારે મુખ્ય આરોપી કલાક ૧ અધિકારી નરેશ જાની સામે તપાસ ચાલુ છે અને તે હાલ સુધી મળી આવ્યો ન હોવાથી પકડાયેલા આરોપી કપિલ પ્રજાપતિની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં ક્લાસ ૧ અધિકારી નરેશ જાની ભરુચ ભુસ્તર શાસ્ત્રી સહીત અલગ અલગ જીલ્લાઓમાં ચાર્જ સંભાળી ભ્રષ્ટાચારની તમામ હદ વટાવી હતી.ભરુચ જીલ્લામાં રેતી અને માટી માફિયાઓ સાથે મીલિભગત રાખી તે ખનીજ ચોરોને મોકળુ મેદાન આપતો હતો.જો કોઈ જગ્યાએ રેઈડ પાડે તો પણ નામ પુરતી કાર્યવાહી કરી ખનીજ માફિયાઓ સાથે મોટા ખેલ પાડી તેમની ગેરકાયદેસર પ્રવૃતિ સામે આંખ આડા કાન ધરતો હતો.એટલુ જ નહીં, તે ભરૂચ જીલ્લા કલેક્ટરને પણ ગાંઠતો નહોતો.ભરૂચ જીલ્લા કલેકટર સુધી પણ તેના ભ્રષ્ટાચારની અનેક ફરિયાદો ગઈ હોવા છતાં તેની સામે કલેક્ટર પણ પગલા ભરતા ન હોતાં.એવામાં હવે સુરતમાં તેનું નામ બે લાખની લાંચ લેવામાં સામે આવ્યુ છે.નરેશ જાનીનું પાપ હવે ખુલ્લુ પડી જતાં તેણે ભરૂચમાં કેવા કેવા ખેલ કર્યા તે દિશામાં તપાસ થશે તેની સંભાવના છે.
આધારભુત સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નરેશ જાની લીગલ રેતીના સ્ટોક માટેની પરમીશન પર સહી કરવાના પણ બે લાખ લેતો હતો.તેમજ ગેરકાયદેસર રેતી અને માટી ખનન કરનારાઓ સાથે તે સીધી ભાગીદારી કરતો હોવાની પણ જાણકારી મળી રહી છે.ખનીજ ચોરી અંગેની ફરીયાદોમાં પણ તે હંમેશા ખનીજ માફિયાઓને બચાવવાના પ્રયાસ કરતો હતો.
અહંકારથી ભરેલો નરેશ જાની એવી ડંફાશ મારતો હતો કે ભાજપ સરકારમાં તેનું કશુ થવાનું નથી.કારણ કે તે એકલો પૈસા ખાતો નથી.ઉપલા અધિકારીઓને ગાંધીનગર સુધી હિસ્સો પહોંચાડે છે.હવે લાંચ રુશ્વત વિરોધી શાખા નરેશ જાનીના રિમાન્ડ મેળવી તેની અને તેના પરિવારના સભ્યોની કેટલી મિલ્કત છે તેમજ તેણે ક્યાં – ક્યાં કેટલુ રોકાણ કર્યુ છે તે દિશામાં તપાસ કરે તો ભ્રષ્ટાચારીઓને સરદાર તેને કેમ કહેવો તે સામે આવી જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!