google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratઅયોધ્યાથી "અક્ષત:કળશ" ઝાડેશ્વર બીએસપીએસ મંદિરે આવી પહોંચતા ઉષ્માભેર કરાયું સ્વાગત

અયોધ્યાથી “અક્ષત:કળશ” ઝાડેશ્વર બીએસપીએસ મંદિરે આવી પહોંચતા ઉષ્માભેર કરાયું સ્વાગત

- અયોધ્યા ખાતેથી આવેલ પુજીત અક્ષતકળશ દરેક હિન્દુ ઘરોને આપી અને હિન્દુ પરિવાર પ્રાણપ્રતિષ્ઠાના શુભ દિવસે આનંદોત્સવ ઉજવે એવું આમંત્રણ આપવાનાં છે

ભરૂચ,

અયોધ્યાથી આવેલ અક્ષતકુંભ ભરૂચ જીલ્લાના ઝાડેશ્વર બીએસપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા બંધુભગીનીઓ અને હિન્દુ સમાજના સાનિધ્યમાં કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે 493 વર્ષના સંઘર્ષ બાદ શ્રીરામ મંદિર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી 2024 ના રોજ થવા જઈ રહ્યું છે,ત્યારે આ ઐતિહાસિક ક્ષણનો પ્રત્યક્ષદર્શી દરેક હિન્દુ પરિવારો બને અને આરાધ્યદેવ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ જ્યારે પોતાના જન્મસ્થળી મંદિરમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે.ત્યારે એ દિવસને આનંદોત્સવ તરીકે હિન્દુ સમાજ ઉજવેએ હેતુથી ઘર ઘર સંપર્ક અભિયાન તારીખ 1 જાન્યુઆરી 2024 થી 15 જાન્યુઆરી 2024 સુધી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સંઘ પરિવારના કાર્યકર્તાઓ દ્વારા થવાનું છે,રામ ભગવાનની પ્રતિમા એક પત્રિકા તેમજ અયોધ્યા ખાતેથી આવેલ પુજીત અક્ષતકળશ દરેક હિન્દુ ઘરોને આપી અને હિન્દુ પરિવાર પ્રાણપ્રતિષ્ઠાના શુભ દિવસે આનંદોત્સવ ઉજવે એવું આમંત્રણ આપવાનાં છે.પુજીત અક્ષત કળશ અયોધ્યા ખાતેથી પ્રાંતમાં તેમજ પ્રાંતથી જિલ્લા સ્તર સુધી આવેલ છે જે પૂજિત અક્ષતકળશ ભરૂચ જીલ્લામાં આવી પહોંચતા ઝાડેશ્વરના બીએસપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉષ્માભેર સ્વાગત કરી અક્ષત કળશને સ્થાપિત કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સાધુ સંતોની હાજરીમાં કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બીએસપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી અનિર્દેશ સ્વામી,સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ,ત્રિગુણાનંદ સ્વામી,મુક્તાનંદ સ્વામી સહિત વીએચપી ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!