(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
વડોદરા નાં હરની તળાવમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોતની ઘટનાને લઈને પ્રવાસન સ્થળો પર ચાલતી બોટિંગ સુવિધા ઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે નર્મદામાં નર્મદા કાંઠેનાવ ચલાવતા નાવિકો અને SOU પર બોટીંગકરતા સંચાલકો એલર્ટ થઈ જ્વા પામ્યા છે.જોકે જ્યાં લાખો પ્રવાસીઓ આવે છે એ SOU ના તળાવમાં જ્યાં બોટિંગ થાય છે ત્યાં પહેલેથી જ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવે છે.જ્યાં આજ દિન સુધી એક પણ દુર્ઘટના ઘટી નથી.
જોકે આ દુર્ઘટના પછી નર્મદામાં બોટ સંચાલકો સાથે કલેક્ટરે મહત્વની બેઠક યોજીહતીખાસ કરીને .બોટમાં ચાલતા બોટિંગ સુવિધાઓમાં સુરક્ષા કીટ કેટલી, કેપેસિટી કેટલાની લાયસન્સ છે કે કેમ તે અંગે તંત્ર પણ એલર્ટ બન્યું છે.જોકે અહીં કેવડીયા સરદાર સરોવર નર્મદા બંધના તળાવ 3 માં પણ પ્રવાસીઓ માટે બોટિંગ સુવિધા ચાલુ છે ત્યાં આમતો સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે પણ વડોદરાની ઘટના પછી આયોજકો એલર્ટ બની ગયા છે.ખાસ કરીને લાઈફ જેકેટ મામલે આયોજકો ખાસ કાળજી રાખી રહ્યાં છે. બોટ સંચાલકો હાલ તો પ્રવાસીઓને લાઈફ જેકેટ કેવી રીતે પહેરવું, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન પણ આપતાં નજરે પડી રહ્યાં છે.હાલ તો આ વડોદરાની દુર્ઘટના પછી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ કેવડીયા એકતાનગર માં જે બોટ સુવિધા પ્રવાસીઓ માટે ઊભી કરવામાં આવી છે જે વર્ષો થી ચાલી રહી છે.અને અહીંયા સેફ્ટીની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે એટલે અહીંયા અત્યાર સુધી એક પણ દુર્ઘટના બની નથી કેમકે બોટમાં બેસવા માટે ખાસ જેટી બનાવવામાં આવી છે.બોટની ધીમી ગતિ નક્કી કરવામાં એવી છે એ હિસાબે બોટ ચાલે છે. સેફ્ટી જેકેટ તમામ પ્રવાસીઓ ને ફરજિયાત આપવામાં આવે છે.સ્ટાફ પણ જાતે સેફ્ટી જેકેટ પહેરી ને કામગીરી કરે છે અને 50 ની કેપીસિટી બોટની હોય 50 થી વધુ એકપણ પ્રવાસી બેસાડવામાં આવતા નથી.આ મેનેજમેન્ટ પ્રમાણે જો બધા અનુસરે તો કોઈ દુર્ઘટના સર્જાય નહિ.