ભરૂચ,
ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીની જાહેરાત તા.૭.૧૦.૨૩ ના રોજ મળેલ સંઘની કારોબારી સભામાં કરવામાં આવેલ હતી.ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન સંઘના સભાસદો દ્વારા અને ઉમેદવારો દ્વારા મતદાર યાદી પ્રસિદ્ધ કરવા અને ચૂંટણી ઢંંઢેરો સંઘના દરેક સભ્ય સુધી સમયસરના પહોંચવા અંગે વિવિધ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યોએ મોટા પ્રમાણમાં વાંધા અરજીઓ ચૂંટણી સમિતિને આપેલ હતી.પરંતુ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સમિતિના પ્રમુખ અને મંત્રીએ પોતાના પસંદગીના ઉમેદવારો જીતાડવા સારું આ વાંધા અરજીઓને ધ્યાને લીધેલ નથી કે આ બાબતની ચર્ચા ચૂંટણી સમિતિના સભ્યો સાથે પણ કરેલ ન હતી.જેથી ચૂંટણીના તમામ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ચૂંટણી સમિતિના પ્રમુખ અને મંત્રી મનસ્વી રીતે વર્તતા હોવાથી ચૂંટણી સમિતિના કુલ ૯ સભ્યો પૈકી પાંચ સભ્યોએ ચૂંટણી ગેરકાયદેસર અને ગેર બંધારણીય થતી હોવાથી ચૂંટણી સમિતિ માંથી રાજીનામુ આપી દીધુ હતુ.જેના કારણે ચૂંટણી સમિતિનું કોરમ ન થતા ચૂંટણી સમિતિએ ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષકની ચૂંટણી સ્થગિત કરેલ હતી.શરૂઆતથી જ આ ચૂંટણી પ્રક્રિયા ગેરબંધારણી અને ગેરકાયદેસર હોવાથી આ ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં લાલજીભાઈ બોડકાભાઈ વસાવા નાએ કેસ દાખલ કરેલ, જેની સુનાવણી ૨૪.૧.૨૪ ના રોજ હોવા છતાં અચાનક જ ચૂંટણી સમિતિ દ્વારા કોરમ પૂરું થવાનું કારણ બતાવી તા.૧૦.૧૨.૨૪ ના રોજ ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.જેથી આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ગેરકાયદેસર તથા ગેરબંધારણીય રીતે આગળ વધતા ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બચુભાઈ વસાવાની અધ્યક્ષ સ્થાને ખાસ અરજન્ટ કારોબારી સભા તા. ૯.૧૨.૨૩ ના રોજ મળી હતી.જેમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દુષિત થયેલ હોવાથી તથા ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને લઈ ચૂંટણી સમિતિનું કોરમ થતું ન હોવાથી ખાસ કારોબારી સભામાં સર્વાનુંમતે ઠરાવ કરી ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી.જેથી ૧૦.૧૨.૨૩ ના રોજ ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષકની ચૂંટણી પણ રદ કરવામાં આવેલ હતી.જેથી આ ચૂંટણીમાં હરિફ ઉમેદવારો દ્વારા ભાગ લેવામાં આવેલ ન હતો.તેમ છતાં જીલ્લા કારોબારીની ઉપરવટ જઈને ચૂંટણી સમિતિએ તા.૧૦.૧૨.૨૩ ના રોજ ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષકની ચૂંટણી યોજેલ હતી જે ગેરકાયદેસર અને ગેર બંધારણીય છે તેવા આક્ષેપો સંઘ દ્વારા કરવામાં આવ્યા છે,વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મતદારો ગેરમાર્ગે દોરવા માટે ગુજરાત હાઈકોર્ટ ચુંટણી રોકવાની સ્પષ્ટના પાડેલ છે એવો ખોટો મેસેજ તથા ગુજરાત હાઈકોર્ટના પ્રોસિડિંગનો એડિટિંગ કરેલો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરેલ હતો.જેનાથી પ્રભાવિત થઈ ચૂંટણી સમિતિએ ભરૂચ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી તા.૧૦.૧૨.૨૩ ને રવિવારના રોજ ગેરકાયદેસર રીતે યોજી હતી જેને બંધના પ્રમુખે સખત શબ્દોમાં વખોડી કાઢી તેનો વિરોધ નોંધાવ્યો હતો.