google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratઆમોદમાં જીલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નારદેશના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સાધન...

આમોદમાં જીલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નારદેશના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણ કરાઈ

આમોદ,

આમોદ બી.આર.સી.ભવન ખાતે બપોરે ત્રણ કલાકે જીલ્લા પંચાયત ભરૂચ અને જીએનએફસી નારદેશના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોને સાધન સહાય વિતરણનો કાર્યક્રમ આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શબ્બીર સાપાં,જીલ્લા ઘટક સંઘના ઉપપ્રમુખ ઈલ્યાસ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

જેમાં મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.મિશ્ર શાળાની બાળાઓ પ્રાર્થના ગીત બાદ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.દિવ્યાંગ બાળકોના વાલીઓએ પોતાના વિચારો રજૂ કરી સરકારના સાધન સહાય વિતરણના ઉપક્રમને બિરદાવ્યો હતો.સાધન સહાય વિતરણ પ્રસંગે ૮૪ દિવ્યાંગ બાળકોને ટ્રાય સિકલ, શૈક્ષણિક કીટ, એડલ્ટ કીટ રોલર, સી.પી.સ્ટેન્ડિંગ,બ્રેઈલ કીટ, વોકર જેવા ૧૪૫ જેટલાં સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.મલ્ટીપલ દિવ્યાંગ હોય તેવા બાળકોને બે થી ત્રણ સાધનો મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે બી.આર.સી.આસિફ પટેલ, આમોદ તાલુકા શિક્ષક સંઘના મહામંત્રી ઈલ્યાસ પટેલ, તેમજ આમોદ મામલતદાર વિનોદચંદ્ર ઝરીવાલાએ પ્રેરણાત્મક ઉદ્દબોધન કરી દિવ્યાંગ બાળકોને પ્રેરણા પૂરી પાડી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!