આમોદ,
આમોદ નગર પાલિકા નાં સફાઈ કામદારો છેલ્લાં કેટલાક દિવસોથી તેમની માંગણીઓને લઈ ધરણા પર ઉતર્યા છે.જેને લઈ સમગ્ર આમોદ પંથકમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જેથી રોગચાળો ફેલાવાની ભિતી સેવાઈ રહી છે.જ્યારે તંત્ર પણ તેમની લાગણી અને માંગણીઓ સંતોષવાનાં મૂડમાં નથી તેમ લાગી રહ્યું છે.જ્યારે સફાઈ કામદારોનાં સમર્થનમાં આજરોજ આમોદ નગર વેપારી એસોસીએસન દ્રારા આમોદ નગર પાલિકા પ્રમુખની તેમજ નગર પાલિકાનાં મુખ્ય અઘિકારીને ટાંચીને એક આવેદનપત્ર આપ્યું હતું.જેમાં આમોદ નગરમાં પાયાની સુવિધા મળી રહે અને સફાઈ કામદારોનો પ્રશ્નોનો વહેલી તકે હલ કરી નગરમાં સફાઈ અભિયાન હાથ ધરે તેવી માંગ કરવામાં આવી હતી.