ભરૂચ,
અંકલેશ્વર પંથકના સારંગપુર ગામે સોસાયટીની બહાર જાહેરમાં હથિયારો સાથે કેટલાક તત્ત્વો પ્રદર્શન કરી રહ્યા હોય જે અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા વીડિયોમાં દેખાતા ૮ લોકો સામે જાહેરમા ભંગનો ગુનો નોંધી કાયદાનો પાઠ ભણાવી ૬ લોકોની અટકાયત કરતા તમામ લોકોએ બે કાન પકડી માફી માંગાવાની નોબત આવી હતી.
ભરૂચ જીલ્લામાં સોશ્યલ મીડિયામાં હથિયાર પ્રદર્શન કરવાનો એક વિડીયો વાયરલ થયો હતો.આ વિડીયો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના એએસઆઈ દિનેશ માવજીના ધ્યાને આવતા પોતે ફરિયાદી બની વીડિયોની ખરાઈ કરતા વિડીયો અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય સોસાયટી નજીકનો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ વીડિયોમાં દેખાતા ઈસમોની ઓળખ કરવામાં આવતા ધવલભાઈ બચુભાઈ મુનીયા,રિતેશ ચંદ્રદેવ મહતો,અંકિતસિંગ સંતોષકુમાર સિંગ,આશિષ રામકૃષ્ણ પાટીલ,રાજેન્દ્ર મહેન્દ્રસિંહ મહિડા,આદિત્ય વિવેકાનંદન કામેથ,પ્રિયાંક વસંત પરમાર,આયુષ સંજય ઢોલે તમામ રહે આત્મીય બંગ્લોઝ તથા શાંતિનગર -૨ તેમજ કૃષ્ણકુંજ સોસાયટીના રહીશો હોય જેમાં ૮ લોકોની ઓળખ થતા તમામને કાયદાનો પાઠ ભણવા માટે જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ૬ લોકોની ઘરપકડ કરી માફી માંગતા હોવાના વિડીયો પણ વાયરલ થયો હતો.જયારે પ્રિયાંક વસંત પરમાર અને આયુષ સંજય ઢોલે પોલીસ પકડથી દૂર રહેતા પોલીસ બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જાહેરમાં હથિયારો સાથે પ્રદર્શન કરતા લોકો શું ખરેખર જાહેરનામાનો ભંગ કરવાના ઈરાદે ફરી રહ્યા હતા કે પછી મારમારી કરવાના ઈરાદે હથિયારો લઈને ફરી રહ્યા હતા તે પોલીસ માટે તપાસ નો વિષય બન્યો હતો.તો બીજી તરફ આ ઈસમો મારમારી કરવા હથિયારો લઈને ફરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું હતું.
જાહેરમાં હથીયારો સાથે પ્રદર્શન કરનારા પોલીસ સકંજામાં : ૬ લોકોની અટકાયત
- પોલીસે ૬ લોકોની અટકાયત કરી કાયદાનો પાઠ ભણાવતા તમામ લોકો માફી માંગતા હોવોનો વિડીયો પોલીસ મથક માંથી વાયરલ : અન્ય ૨ પોલીસ પકડથી દૂર