ભરૂચ,
જન્મદિવસ ઉજવવો તે એક શોખ માનવામાં આવે છે પરંતુ જન્મદિવસની ઉજવણી પાછળનો ખર્ચ કોઈ જરૂરિયાતમંદ પાછળ કર્યો હોય તો તે પુણ્ય કહેવાય છે.આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં ભરૂચના એક બાળકે પોતાના જન્મદિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરી છે.ઉનાળાની ૪૦ ડિગ્રીના તાપમાન વચ્ચે જાહેરમાર્ગ ઉપર રઝડતા બાળકોને તાપથી બચવા માટે ટોપી અને પગમાં પહેરવા માટે નવા પગારખાનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સોયબ પાર્ક સોસાયટીમાં રહેતા મહમદ સામીએ પોતાના આઠમા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી અન્ય લોકોને પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે.પોતાના જન્મદિવસે કંઈક ને કંઈક માનવતા મહેકાવતા કાર્યક્રમઓ યોજી લોકોને એક જનજાગૃતિનો સંદેશો પાઠવી રહ્યા છે.મહમદ સામીએ પોતાના સાતમા જન્મદિવસે કોરોના કાર હોવાના કારણે એક હજારથી વધુ માસ્કનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી અને હાલ એટલે કે આજે આઠમાં જન્મદિવસે પણ માનવતાનું ઉદાહરણ પૂરું પાડતું કામ કર્યું છે.પોતાના જન્મદિવસે કેક કટીંગ સહીતનો થતો ખર્ચ બચાવી તે જ રૂપિયા માંથી તાજેતરમાં ચાલી રહેલી ઉનાળાની કાળજાળ ગરમી અને તે પણ ૪૦ ડિગ્રીના તાપમાનથી જરૂરિયાત મંદ બાળકોને રાહત થાય અને તાપમાં ઘરની બહાર નીકળી શકે તે માટે નવા પગરખા અને માથે ટોપી પહેરી શકે તેવી સામગ્રીઓની ખરીદી કરી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી આવા બાળકોને શોધી પગરખાં અને ટોપીનું વિતરણ કરી પોતાના જન્મદિવસે અનોખી માનવતા મહેકાવી અન્ય વાલીઓ પણ પોતાના બાળકોના જન્મદિવસે માનવતાનું કામ કરે તેઓ સંદેશો પાઠવી રહ્યા છે.
ભરૂચમાં ૮ વર્ષીય બાળકે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી
ઉનાળાની કાળઝાર ૪૦ ડિગ્રીના તાપમાનથીબાળકોને બચાવવા પગરખા અને ટોપીનું વિતરણ કર્યું