google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચના જુના સરદાર બ્રિજના નાકા ઉપર મુકેલી લોખંડની એંગલ સાથે ડાર્ક પાર્સલની...

ભરૂચના જુના સરદાર બ્રિજના નાકા ઉપર મુકેલી લોખંડની એંગલ સાથે ડાર્ક પાર્સલની ગાડીને નડયો અકસ્માત

- જુના સરદાર બ્રિજ ઉપરની લોખંડની એંગલ ભારે વાહનો માટે જોખમી : અગાઉ પણ શ્રદ્ધાળુભરેલો ટેમ્પો અથડાતા ત્રણના મોત થયા હતા - ડાર્ક પાર્સલની ગાડીની બોડી છૂટી પડી જતા નુકશાન

ભરૂચ,
ભરૂચ જીલ્લા માંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર અકસ્માતો સતત બની રહ્યા છે.ત્યારે ઝાડેશ્વરના નીલકંઠેશ્વર નજીકના જુના સરદાર બ્રિજના ભરૂચ તરફના નાકા પાસે ભારે વાહનો પ્રવેશ ન કરી શકે તે માટે લોખંડની એંગલ લગાડવામાં આવી છે.છતાં ભારે વાહનો પસાર થતા અકસ્માતો સર્જાય રહ્યા છે.અગાઉ પણ શ્રદ્ધાળુ ભરેલા ટેમ્પાને અકસ્માત નડતા 3 લોકોના મોત નિપજ્યા હતા.ત્યાર બાદ આજે વધુ એક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું.
ભરૂચ જીલ્લા માંથી પસાર થતી નર્મદા નદી ઉપરથી પસાર થતા જુના સરદાર બ્રિજ ઉપર અકસ્માતોના બનાવ સતત બની રહ્યા છે.આજરોજ જુના સરદાર બ્રિજ પરથી ભરૂચ તરફથી એક બંધ બોડીનો ડાર્ક પાર્સલનો ટેમ્પો પુર ઝડપે અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો તે દરમ્યાન ભારે વાહનોની અવર જવર ન થાય તે માટે લગાડવામાં આવેલી લોંખડની એંગલ સાથે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ટેમ્પાની બોડી ટેમ્પાથી છૂટી થઈ ગઈ હતી.પરંતુ સદ્દનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.જોકે લોખંડની એંગલના કારણે અગાઉ સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પામાં સવાર 3 શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા હતા.ત્યારે લોખંડની એંગલ દૂર કરવામાં આવે અથવાતો સ્પીડ બ્રેકર મુકવામાં આવે જેથી વાહનોની ગતિ ધીમી થવાના કારણે પણ અકસ્માતો ઉપર અંકુશ મેળવી શકાય તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!