google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratદહેજ - ભરૂચ રેલ્વે ટ્રેક પર ખુલ્લી ફાટકના કારણે ટ્રેન અને કાર...

દહેજ – ભરૂચ રેલ્વે ટ્રેક પર ખુલ્લી ફાટકના કારણે ટ્રેન અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

- વાગરાના પાલડી ગામના લોકો જઈ રહ્યા હતા કંપની ઉપર - ધટનાના પગલે રેલ્વેના અધિકારીઓ પણ દોડતા થયા હતા

ભરૂચ,
દહેજ પોર્ટને જોડતી ભરૂચ – દહેજ રેલ્વે લાઈન પર અકસ્માતની ઘટના સામે આવી છે.અકસ્માતમાં ૪ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી બે લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ – ભરૂચ રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના LC ગેટ પાસે 35 પાસે અકસ્માત ખુલ્લી ફાટક પર ઇકો પસાર થઈ રહી હતી.ત્યારે ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી.અકસ્માતમાં ટ્રેનની અડફેટે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.ઘટનામાં કારમાં સવાર ૬ લોકો પૈકી વાગરા તાલુકાના પાલડી ખાતે રહેતા રાઠોડ અક્ષય અને રાઠોડ મુકેશભાઈને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટક મેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કે વાન ચાલકને ફાટકની પરવાહ ન કરી જેનું આ પરિણામ સામે આવ્યું તે બંને પાસાઓની તપાસ શરૂ કરી હકીકત બહાર લાવવા ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!