(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,રાષ્ટ્રીય બજરંગદળ,નર્મદા જિલ્લાના સાધુ સંતો દ્વારા આજે માઁ નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમા બંધથતા પરિક્રમા ફરી શરુ કરાવવવા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવા માં નહી આવે તો જલદ આંદોલનની ચીમકી આપી છે.
કલેકટરને આવેદન આપતાં જણાવ્યું છે કે નર્મદા જિલ્લા માં પૌરાણિક ઉત્તરવાહિની પરિક્રમા સદીઓથી ચાલતી આવે છે.જે સમગ્ર હિન્દુસમાજ માટે આસ્થા નું કેન્દ્ર છે.,પણ પ્રશાસન દ્વારા પાછલા વર્ષ થી માઁ નર્મદાજી ની પરિકમા ના થાય તેવા પ્રયત્નો પ્રશાસન દ્વારા થઈ રહ્યા છે.ગત વર્ષે પણ પ્રશાસન દ્વારા યેનકેન પ્રકારે પરિક્રમા માં હેરાનગતિ કરવામાં આવી હતી.,આ વર્ષે પણ પ્રશાસન દ્વારા પરિક્રમા શરૂ થાય તે પહેલે થી પરિક્રમા માં હેરાનગતિ શરૂ કરી દીધી હતી.,ત્યારબાદ સાધુસંતો અને હિન્દુઓ દ્વારા વિરોધ થતાંપરિક્રમા શરૂ કરવામાં આવી હતી.ગત ૨૯/૦૪/૨૪ ના રોજ સરદાર ડેમ માં થી પાણી છોડવા નું બહાનું આગળ ધરી પરિક્રમા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.ગુજરાતમાં હિન્દુઓના ધાર્મિક ઉત્સવો,પરિક્રમા અને હિંદુઓ ના ધાર્મિક આયોજનોમાં પ્રશાસન દ્વારા યેનકેન પ્રકારે પ્રતિબંધો લાદીને હિન્દુઓને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે.હિંદુઓની આસ્થા પર ઘાત કરવામાં આવ્યો છે તે થી આજે સમગ્ર હિન્દુ સમાજ આક્રોશ માં છે.આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા ગુજરાત સરકાર અને પ્રશાસન પાસે માંગ કરવામાં છે કેહિન્દુઓને ધાર્મિક આસ્થાઓને વારેવારે ઠેસ પહોંચાડવામાં ના આવે અને હિન્દુઓની ધાર્મિક પરિક્રમા અને ઉત્સવ પ્રમાણે ઉજવવા અને આયોજન કરવા દેવામાં આવે. ના કે સરકાર કે પ્રશાસન નાં વિચારો સમય અને વ્યવસ્થા જોઈને અત્યારે માં નર્મદાજીની ઉત્તરવાહિની પરિક્રમા નર્મદા જિલ્લામાં પાણી છોડવાના નામે જે બંધ કરાવી છે તે સરકાર વિશેષ આદેશ આપીને પ્રશાસન પાસે ચાલુ કરાવે તેવી માંગ કરી હતી અને જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,રાષ્ટ્રીય બજરંગદળ,નર્મદા જિલ્લા દ્વારા આ નિર્ણય સાંખી લેવામાં આવશે નહિ.જો માઁ નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવા માં નહી આવે તો જલદ આંદોલન કરવામાં આવશે.
આ પ્રસંગે ઉમેશ જોશી મંત્રી,રાષ્ટ્રીય બજરંગ દળ,દક્ષિણ ગુજરાત પ્રાંત,મિતેશ જૈન મહામંત્રી,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,નર્મદા,સદાનંદ મહારાજ,સંત સમિતિ નર્મદા,અમરદાસ બાપુ,સંત સમિતિ, સુરત વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
માં નર્મદાજીની ઉત્તર વાહિની પરિક્રમા બંધ થતા પરિક્રમા ફરી શરુ કરાવવવા કલેકટરને આવેદનપત્ર આપ્યું
- આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ,રાષ્ટ્રીય બજરંગદળ,નર્મદા જિલ્લાના સાધુ સંતોનો તંત્ર સામે રોષ - નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવા માં નહી આવે તો જલદ આંદોલનની ચીમકી