google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratજુના ભરૂચના નવચોકી ઓવારે આવેલ શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત મંદિરને અસામાજિક...

જુના ભરૂચના નવચોકી ઓવારે આવેલ શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત મંદિરને અસામાજિક તત્ત્વ દ્વારા જવલનશીલ પ્રવાહી છાંટી સળગાવી દેવાનો પ્રયાસ

- મંદિર સળગાવી દેવાના પ્રયાસમાં જીલ્લાનો પોલીસ કાફલો અસામાજિક તત્ત્વને પકડવા માટે કામે લાગી - ઈસમ દ્વારા ઉશ્કેરણી જનક લખાણવાળા કાગળો પણ નાંખ્યા

ભરૂચ,
જૂના ભરૂચની નવચોકી ઓવારા ખાતે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં આજે પરોઢિયે અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર મચી છે. સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં આવેલા બુકાનીધારી શખ્સે મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી.ત્યાર બાદ પોતાની પાસે રહેલી ઉશ્કેરણીજનક લખાણવાળા કાગળો ઉછાળી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.આ ઘટનાના પગલે ભરૂચ પોલીસનો કાફલો મંદિર પર પહોંચ્યો છે અને વધુ તપાસ હાથધરી છે.વહેલી સવારે આવેલો અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જૂના ભરૂચના નદી કિનારે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠ આવેલો છે.આ સંકુલમાં મહાદેવના મંદિર પણ આવેલા છે.જેમાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે એક અજાણ્યો શખ્સો આવ્યો હતો.જેના દ્વારા મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી.આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવા લખાણવાળી કાપલીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી. ત્યાર બાદ અજાણ્યો શખ્સ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.એક ઈસમે આવીને મઠ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી.તેના સીસીટીવી ફૂટેજ આવ્યા છે.મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી છે. ગુનો દાખલ કરી દીધો છે.જેણે કૃત્ય કર્યું છે તેને પકડવા માટે પોલીસ કાર્યવાહી કરશે.
દ્વારકા શારદાપીઠ સંચાલિત મઠમાં રહેતા મુક્તાનંદ સ્વામીએ કહ્યું હતું કે આજે સવારે પાંચ વાગ્યે મંદિરની પૂજા કરીને સવા પાંચ વાગ્યે પરત આવ્યો અને મંદિરના બીજા ભાગમાં પૂજા કરી રહ્યો હતો ત્યારે સાડા પાંચ વાગ્યે મને જાણ થઈ કે બહાર એક વ્યક્તિ કંઈક છાંટીને ધમાલ કરતો હતો.હું ત્યાં ગયો ત્યાં સળગતા તેને ઓલાવવાનો પ્રયત્ન કર્યો હતો.સીસીટીવ ફુટેજ જોતા ધ્યાનમાં આવ્યું કે,પાછલા ઓવારાથી પ્રવેશ કરી જ્વલનશીલ પ્રવાહી છાંટ્યું હતું અને પોતાની સાથે લાવ્યો હતો તેમાંથી કેટલાક કાગળો ઉછાળ્યા હતા.ત્યાર બાદ આગ લગાડીને જતો રહ્યો હતો.જે વ્યક્તિ આવ્યો હતો તે કંઈ બોલ્યો ન હતો. જ્યારથી મેં મઠનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી મારી સાથે ઈન્ટેશનલી ઝઘડા થતા આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અગાઉ અજમેર બૉમ્બ બ્લાસ્ટના ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ સંચાલન લીધું ત્યાર થી જ અનેક છમકલાઓ થઈ રહ્યા છે.જેમાં પ્રથમ મંદિર નજીકથી પસાર થતા ઈસમોને મારમાર્યો હોવાની ઘટનામાં જે તે સમયે પોલીસે ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી અને સામે પક્ષે બંને ની ફરિયાદ પોલીસે દાખલ કરી હતી.પરંતુ આજે સવારે ઘટેલી ઘટનામાં અસામાજીક તત્ત્વ કોણ તેવા પ્રશ્નો લોકોમાં હાલ તો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ આ ઘટનાનો ભેદ કેટલા સમયમાં ઉકેલી નાંખે છે તે જોવું રહ્યું.
મંદિરને ફૂંકી મારવાનો પ્રયાસ કરનાર ઈસમ સીસીટીવી માં કેદ થયો છે.જેના પરથી ફલિત થાય છે કે ઈસમે માથા ઉપર ટોપી,મોઢા ઉપર રૂમાલ અને શરીરે કફની પાયજામો પહેર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને હાથમાં એક થેલી કે જેમાં કોઈ જ્વલનશીલ પ્રવાહી હોય અને તે મંદિરના દરવાજા ઉપર મારી સળગાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય પરંતુ ખરેખર સીસીટીવી માં કેદ ઈસમ કોણ અને ક્યાં ધર્મનો તે પ્રશ્ર્ન હજુ પણ લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે.
મંદિરના પૂર્વ મહંત સોમેશ્વર મહારાજનું નિધન થયું હતું અને ત્યાર બાદ મંદિરનુ સંચાલન વારસદાર કરી શકતા હોય પરંતુ મંદિરના પૂર્વ મહંતના અવસાન બાદ મંદિરનું સંચાલન અજમેર બૉમ્બ બ્લાસ્ટના આરોપી ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીને સોંપવામાં આવ્યું હોય ત્યારથી જ આ મંદિર સતત વિવાદમાં અને નાના મોટા છમકલાં થઈ રહ્યા હોવાનું પણ લોકો માની રહ્યા છે.
ભરૂચમાં નવચોકી ઓવારે મંદિરને ફૂંકી મારવાના પ્રયાસમાં બુકાનીધારીએ સફેદ કલરના કાગળ માં અંગ્રેજી ભાષામાં લખેલું લખાણ જેમાં ગુસ્તાકે પીર કી સજા,સર ટન સે જુદા,સર ટન સે જુદા જેવા ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કરી કાગળ પણ ઉડાવ્યા હોય જે કાગળો પણ પોલીસે કબ્જે કર્યા છે.ત્યારે પોલીસ માટે આ કિસ્સો પડકાર જનક સાબિત થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!