google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratકરજણ ફાયર વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકારી બહેનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કરજણ ફાયર વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકારી બહેનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- આયોજિત કાર્યક્રમમાં બહેનોને તાલીમ આપવામાં આવી હતી

(સલીમ કડુજી,નબીપુર)

વડોદરાના કરજણ સ્થિત ફાયર વિભાગ દ્વારા કરજણમાં આવેલી આંગણવાડીમાં ફરજ બજાવતી ૧૫૫ આંગણવાડી કાર્યકારી બહેનોને ફાયર સેફ્ટી અને અવેરનેસ અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી. ફાયર કર્મીઓ દ્વારા આગ જેવી આકસ્મિક ઘટના સમયે કેવી સૂઝબૂઝ દ્વારા આગ પર કાબૂ મેળવવો એ વિશે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી.સાથે સાથે આંગણવાડી બહેનોને પ્રેક્ટિકલ તાલીમ પણ આપી હતી.આંગણવાડી બહેનો પાસે પણ આગ પર કઈ રીતે કાબુ મેળવી શકાય તે બાબતે તેઓ પાસે પણ ડેમોસ્ટ્રેશન કરાવ્યું હતું.આંગણવાડી બહેનોએ પણ ફાયર કર્મીઓને આગના સમયે કેવી રીતે કામ કરવું એ વિશે પ્રશ્નો પૂછ્યા હતા.ફાયર કર્મીઓએ બહેનોના પ્રશ્નોના વિસ્તૃત છણાવટ સાથે ઉત્તરો આપ્યા હતા. કરજણ ફાયર વિભાગ દ્વારા સમયાંતરે લોક જાગૃતિના કાર્યક્રમો યોજી લોકોને માર્ગદર્શન પુરુ પાડે છે.સમગ્ર કાર્યક્રમ ફાયર વિભાગ તેમજ આંગણવાડી બહેનોના સહયોગથી સફળ રહ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!