ભરૂચ,
ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજમાં વિવિધ બ્રાન્ચના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઈન એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન સંસ્થાના પ્રિન્સિપલ ડો.દીપક દેવરે તથા ઈનોવેશન સેલના કોર્ડીનેટર પ્રો.વૈશાલી પટેલ અને ડો.આશિષ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ તેમના ઈનોવેટિવ પ્રોજેક્ટને પ્રસ્તુત કર્યા હતા.જેનો લાભ 300 થી વધુ વિદ્યાર્થીઓએ લીધો હતો.કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને સર્જન શીલતા વધારવાનો હતો.તેમજ વિદ્યાર્થીઓ કેવી રીતે આઈડિયા માંથી પ્રોડક્ટ બનાવી અને રીયલ વર્લ્ડની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય તે વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું.બીએનઆઈ ન્યુઝ