(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો અને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને દારૂ જુગારની બદી અટકાવવા સઘન કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ,દરમ્યાન રાજપારડી પોલીસને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ કે રાજપારડી ટાઉનમાં વેરાઈ વસાહત ખાતે પ્રકાશભાઈ પ્રેમચંદભાઈ વસાવાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઈડ કરતા ઘરમાં મીણીયા થેલામાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાનીમોટી બોટલો નંગ ૧૯૨ કિંમત રૂપિયા ૨૮,૮૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.પોલીસે આ મુદ્દામાલ કબ્જે લઈને શીવાભાઈ ભાઈલાલભાઈ વસાવા રહે.વેરાઈ વસાહત રાજપારડી તા.ઝઘડિયા જી.ભરૂચનાને ઝડપી લઈને અન્ય એક ઈસમ પ્રકાશભાઈ પ્રેમચંદભાઈ વસાવા રહે.વેરાઈ વસાહત રાજપારડીનાને વોન્ટેડ જાહેર કરીને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
રાજપારડી ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
- પોલીસે કુલ રૂપિયા ૨૮,૮૦૦ નો મુદ્દામાલ કબજે લઈને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો