google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર...

ભરૂચ જિલ્લા કોંગ્રેસના નારાજ જૂથે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું

- ઈન્ડિયા ગઠબંધનથી નારાજ ભરૂચ કોંગ્રેસીઓને શક્તિસિંહની શક્તિ માનવી ગઈ? - અમે બધા સાથે મળી મહેનત કરી સારી સરસાઈથી ભરૂચ લોકસભા બેઠક જીતી શકીશું : ચૈતર વસાવા

ભરૂચ,
કોંગ્રેસ અને આપ ના ગઠબંધનને લઈને ભરૂચ લોકસભા બેઠક ઉપર આપના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ ની ફાળવણી કરતા ભરૂચ જીલ્લા કોંગ્રેસના નારાજ જૂથે વિરોધ દર્શાવ્યો હતો અને કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકોએ નારાજગી દર્શાવી હતી અને વિરોધ દર્શાવી રહ્યાં હતા.જે બાદ ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રામાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માન,કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં યોજવામાં આવી હતી.આ દરમ્યાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નારાજ જૂથ સાથે વાતચીત કરી તેઓને માનવી લેતા નારાજ જૂથે આજરોજ ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા,સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી ઈન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું હતું.
સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલ ભરૂચ બેઠક ઈન્ડીયા ગઠબંધનમાં આપને ફાળે આપવામા આવતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના કેટલાક સિનિયર અગ્રણીઓએ કોંગ્રેસના ઉમેદવાર માટેની માંગ સાથે નારાજગી દર્શાવી મોવડી મંડળને રજૂઆત કરી હતી અને વિરોધ નોંધાવ્યો હતો.ઈ.વી.એમ મશીનમાં કોંગ્રેસનું નિશાન ન જોવા મળવાથી વોટબેન્કને મોટું નુકસાન પહોંચવાનો ભય વ્યક્ત કરવા સાથે કોંગ્રેસના નારાજ જૂથના આગેવાનો દ્વારા ગત તારીખ 27મી ફેબ્રુઆરીના રોજ ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી નારાજગી ઠાલવવામાં આવી હતી.જોકે અંતે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલની ભરૂચ મુલાકાત બાદ આ નારાજ જૂથ અંતે નારાજગી છોડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં આગળ આવ્યા હતા.ભરૂચના રાજપુત છત્રાલય ખાતે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે નારાજ જૂથના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા,પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોએ સંયુક્ત પત્રકાર પરિષદ ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં યોજી તેઓએ કેન્દ્રીય મોવડી મંડળનો નિર્ણય અને આદેશને શીરો માન્ય ગણી તેઓની ગઠબંધન અંગેની ગેરસમજ અને આશંકા દૂર થઈ હોવાનું અને ભાજપને હરાવવાના ધ્યેયને ધ્યાને રાખી ચૈતર વસાવાને સમગ્ર કોંગ્રેસનું સમર્થન હોવાનું જણાવી તેઓને જીતાડવા માટે ખભે ખભા મિલાવી કામ કરીશું તેમ કહ્યું હતું.આગામી દિવસોમાં ગામે ગામ ચૈતર વસાવા સાથે ખભેથી ખભો મિલાવીને મહેનત કરવાની બાહેધરી આપી હતી.
તો બીજી તરફ ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ બેઠક ઉપર વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને સાથી મિત્રોને આવનારા ભવિષ્યની ચિંતા હતી.ભાજપના લોકો જે અફવા ફેલાવી રહ્યા હતા જેને લઈને આજે નારાજ લોકોએ પણ મને સમર્થન આપ્યું છે અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવરને જીતાડવામાં માટે કોંગ્રેસ મહેનત કરશે અને અમે બધા સાથે મળી મહેનત કરી સારી સરસાઈથી ભરૂચ લોકસભા બેઠક જીતી શકીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ કોંગ્રેસના સમર્થન બાદ હવે આપના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં જો ખરા અર્થમાં કોંગીજનો કામ કરશે તો ચૂંટણી રસાકસી વાળી બની રહેશે તેમ માનવામાં આવી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!