(સંજય પટેલ,જંબુસર)
મહિલાઓને સશક્ત કરો પ્રગતિને વેગ આપવા જંબુસર તાલુકામાં કાર્યરત નવરચના મહિલા વિકાસ ટ્રસ્ટ તથા કેઈન ઓઈલ એન્ડ ગેસ લિમિટેડ વેદાંતાના વિપુલભાઈ સહિતની ટીમ સતત પ્રયત્નશીલ રહે છે અને જંબુસર તાલુકાના ગામડાઓમાં આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કરે છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે અને આદર્શ મહિલાઓને સન્માનિત કરવામાં આવે છે.જે અંતર્ગત જંબુસર ખાતે યોજાયેલ શક્તિ વંદના કાર્યક્રમ હેઠળ આંગણવાડી કેન્દ્રમાં સારી કામગીરી કરનાર ઈમરોજા ખીલજી જંત્રાણ,વર્ષાબેન કશ્યપ કહાનવા, કિરણ લીમ્બચીયા મગણાદ,એસ.એચ.જી શ્રદ્ધા સખી મંડળ કાવા,નસીબ સખી મંડળ ભડકોદરા, શ્રી હરિ સખી મંડળ કલીયારીની બહેનોને મોમેન્ટો ગિફ્ટ ઉપસ્થિતોને હસ્તે અર્પણ કરી સન્માનિત કરાયા હતા.