google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratજંબુસર એસટી ડેપોમાં સફાઈ કામદારોના નિયત પગાર માંથી રૂપિયા કાપી લેતા સફાઈ...

જંબુસર એસટી ડેપોમાં સફાઈ કામદારોના નિયત પગાર માંથી રૂપિયા કાપી લેતા સફાઈ કામદારોમાં રોષ

- હું એજન્સીને દંડ કરું એજન્સી કોને દંડ કરે તે તેમનો વિષય છે : ડેપો મેનેજર આર એન પટેલ

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર એસટી ડેપોમાં સફાઈ કરતા આશરે છ જેટલા સફાઈ કામદારો જે નિયમિત ડેપોની સાફ સફાઈ કરે છે અને તેઓનો ગયા મહિનાના નિયત પગારમાં ૩૦૦૦ ઓછો પગાર આવતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.કર્મચારીઓએ ડેપો મેનેજરને પૂછતા પેનલ્ટી લાગી હોવાનું જણાવ્યું હતું અને વિવાદ સાથે સફાઈ કર્મચારીઓએ આક્ષેપો કર્યા હતા.
જંબુસર એસટી ડેપો તંત્ર વખતો વખત વિવાદોના વમળમાં સપડાય છે.ગતરોજ એસટી ડેપોમાં શૌચાલય,વોશબેસિનના ખુલ્લા નળ માંથી પાણી વહી જતું હોય તે અંગે સમાચાર પ્રસિદ્ધ થયા હતા.હજુ તો ગણતરીના દિવસો વિત્યા ત્યાં તો ડેપો સફાઈ કર્મચારીઓનો પગાર કપાતનો પ્રશ્ન ઉદ્ભભવ્યો હતો. જંબુસર એસટી ડેપોમાં આશરે છ જેટલા સફાઈ કામદારો ઘણા સમયથી ડેપોની સાફ સફાઈ કરે છે તેઓનો ગયા મહિનાનો ૮૦૦૦ નિયત પગાર માંથી ૫૦૦૦ રૂપિયા પગાર મળતા તેઓએ ડેપો મેનેજરને પ્રશ્ન કરેલ કે કેમ અમારો પગાર કાપવામાં આવ્યો છે તો પેનલ્ટી લાગી છે તેમ જણાવ્યું હતું.સફાઈ કામદારોનો ૩૦૦૦ રૂપિયા કપાત પગાર થતા સફાઈ કામદારોએ બે દિવસથી સફાઈ કામ બંધ કરી દીધું હતું.જેને લઈ ડેપો મેનેજરે છૂટક સફાઈ કામદાર બોલાવી ડેપોની સફાઈ કરાવી હતી.તેમ કહી સફાઈ કામદારોએ આક્ષેપો કર્યા હતા.
સદર બાબતે ડેપો મેનેજર આર એન પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જંબુસર એસટી ડેપોમાં સફાઈનો કોન્ટ્રાક્ટ વહીવટી તંત્ર આપેલો છે.એજન્સી માણસો રાખી કામ કરાવતા હોય અને કામદારોને એજન્સીએ પગાર ચૂકવવાનો હોય છે.તેમાં એસટીને અમારે કોઈ લેવાદેવા નથી ડેપોમાં સાફસફાઈ નહીં કરે તો ડેપો મેનેજર તરફથી હું એજન્સીને દંડ કરું એજન્સી કોને દંડ કરે તે તેમનો વિષય છે.સફાઈ કામદાર હોવા છતાં ડેપોમાં ગંદકી રહેતી હોય તે યોગ્ય ન કહેવાય,ડેપોમાં ગંદકી હોય બીજા માણસો લાવી સફાઈ કરાવીએ તો કામદારોને ધમકી આપવામાં આવે છે.મારા કામમાં અડચણ ઉભી ના કરો જે કંઈ લડત હોય તે એજન્સી જોડે કરો તો તેમને એટ્રોસિટીની ધમકી આપવા તૈયાર થયા હોવાનું જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!