આમોદ,
આમોદના સરભાણ ગામે આવેલ આઈટીઆઈમાં છેલ્લા સાત મહિનાથી શિક્ષકો ગેરહાજર રેહતા શિક્ષણના અભાવના કારણે વિદ્યાર્થીઓમા રોષ ફાટી નીકળ્યો હતો.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના સરભાણ ગામે આવેલ સી એચ પટેલ અને બી એલ પટેલ આટીઆઈમાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકો હાજર ન રહેતાં હોવાથી ૮૦ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણનો અભાવ જોવા મળી રહ્યો છે.
આમોદના સરભાણ ગામે આવેલ સી એચ પટેલ અને બી એલ પટેલ આટીઆઈમાં શિક્ષકો સતત ગેરહાજર રેહતા છેલ્લા સાત મહિનાથી વિદ્યાર્થીઓને કઈક પણ અભ્યાસના કરાવવામાં આવતો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.જયારે વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આટીઆઈમાં રોડ રસ્તા પર ઠેર ઠેર જંગલી બાવળનું સામ્રાજ્ય વધી જતાં ઝેરી જાનવરોનો પણ ખતરો ઉભો થયો છે તેવી વાત પણ સપાટી પર આવી હતી. જયારે વિદ્યાર્થીઓ દ્વારા એમ પણ જણાવામાં આવ્યુ હતું કે અહીં અભ્યાસ ના થતો હોવાથી ચાલુ વર્ષ વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે હેતુસર તાકિદે વિદ્યાર્થીઓને અન્ય આઈટીઆઈમાં દાખલ કરવાની તજવીજ વહિવટી તંત્ર હાથધરે તેવી માંગ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલાની જાણ આમોદ જંબુસર વિધાનસભાના યૂથ કોંગ્રેસના પ્રમુખને થતા તાત્કાલિક સરભાણ સ્થિત આટીઆઈમાં આવી પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની વાત સાંભળી અચંબામાં પડી ગયા હતા.જયારે આ મુદ્દે આમોદ જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તંત્ર તાકીદે વિદ્યાર્થીઓના પ્રશ્નોને હલ નહી કરે તો ગાંધી ચીંધીયા માર્ગ અપનાવીશુ તેમ આક્રોશ સાથે જણાવ્યું હતું.