google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કાળઝાર ગરમીમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા રોષ

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં કાળઝાર ગરમીમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા રોષ

- પાલિકાના વિપક્ષના સભ્યોએ વીજ કચેરી પહોંચી અધિકારીને રજુઆત કરી વહેલી તકે કામગીરી કરવા માંગ

ભરૂચ,

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં કાળઝાર ગરમીમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોમાં વીજ કંપની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.ત્યારે આજ રોજ ભરૂચ પાલિકાના વિપક્ષના સભ્યોએ વીજ કચેરી પહોંચી અધિકારીને રજુઆતો કરી વહેલી તકે કામગીરી કરવા માંગ કરી હતી.

ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોલ્ટેજ ડ્રોપ સહિતની સમસ્યાઓ અંગે અનેક વખત વીજ કંપનીને રજુઆતો કરવા છતાંય વીજ કંપની દ્વારા યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો છે.થોડા દિવસો પહેલા પણ ગરમીમાં ઉકળી લોકો વીજ કચેરી પર બાળકો અને ગાદલા સાથે પહોંચી હોબાળો મચાવ્યો હતો.જેમાં પોલીસે દખલગીરી કરી અધિકારીએ બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.

જોકે તેમ છતાંય વીજ કંપની દ્વારા યોગ્ય કામગીરી નહિ કરવામાં આવતા અને અંડર ગ્રાઉન્ડ લાઈનની કામગીરી ચાલતી હોય વીજ વાયરો કપાતા અવાર નવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે શહેરી વિસ્તારોના લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.હાલમાં ગરમીની મોસમ ચાલતી હોય વીજળી નહિ હોવાથી લોકો ગરમીમાં સેકાતા લોકોને ભારે તકલીફો વેઠવી પડી રહી છે.ત્યારે આજ રોજ પુનઃ ભરૂચ પાલિકાના વિપક્ષના સભ્યોએ વીજ કચેરી પહોંચી એઝ્યુકેટીવી એન્જીનીયર એ.ડી.પરમારની મુલાકાત લઈને ઉગ્ર રજુઆતો કરી હતી અને વહેલી તકે કામગીરી કરવા માંગ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!