google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratધો.૧૧ નો વિદ્યાર્થી અનિકેત કરમટીયાએ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ DLSS નું ગૌરવ વધાર્યું

ધો.૧૧ નો વિદ્યાર્થી અનિકેત કરમટીયાએ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ DLSS નું ગૌરવ વધાર્યું

- રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતની ટીમને ઉત્તરપ્રદેશ સામે ઉત્તમ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલની પ્રાપ્તિ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ DLSS માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અનિકેત યોગેશભાઈ કરમટીયા હાલ ધોરણ ૧૧ માં કરે છે.અનિકેતે વોલીબોલની રમતમાં શાળા કક્ષાએ પગરવ માંડતા-માંડતા તાલુકા કક્ષા,જિલ્લાકક્ષા અને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ખૂબ જ ઉજ્જવળ પ્રદર્શન કરી 

રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં પસંદગી પામી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

Under-19 School Games Federation of India (SGFI) વોલીબોલમાં જિલ્લાકક્ષાએ સારુ પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ રમાયેલ રમત માંથી ગુજરાતની ટીમમાં અનિકેત કરમટીયાની પસંદગી કરવામાં આવી હતી.રાષ્ટ્રીયકક્ષાની Under-19 SGFI વોલીબોલ રમત મહેસાણા ખાતે તા.૩ જી થી ૦૭ મી જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન રમાઈ હતી.જેમાં અનિકેતે ગુજરાતની ટીમ વતી શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ફાઇનલમાં ગુજરાતની ટીમે ઉત્તરપ્રદેશ સામે ઉત્તમ પ્રદર્શન કર્યું અને ગુજરાતની ટીમ ફાઈનલમાં વિજેતા થઈ હતી. 

શ્રી અનિકેત કરમટીયાને રમતના કૌશલ્ય બદલ એકેડમી વિભાગ નડિયાદ ખાતે પ્રવેશ મળ્યો છે.જેને સંપૂર્ણ તાલીમ District level sports school (DLSS) કોચ લતાબેન ઝાલા તેમજ ટ્રેનર આશિષભાઈ ઢોડીયા પાસે મેળવી છે.આ સિધ્ધિ બદલ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહ ગોહિલ તેમજ શાળાના આચાર્ય જીગેશભાઈ પટેલે અભિનંદન પાઠવી ભવિષ્યમાં અનેક સિધ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!