(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકામાં આવેલા મોટા માલપોર ગામે તા.૩૧/૩/૩૦૨૪ ના રોજ પશુ દવાખાન નેત્રંગ દ્વારા જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ વેલફર ટ્રસ્ટના સહયોગ થી અબોલ પશુઓ માટે આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ ૪૯૫ પશુઓને ગાયનેકોલોજિસ્ટ તથા સર્જીકલ સારવાર આપવામાં આવી હતી.તથા અન્ય ૫૭૧ પશુઓને લમ્પી સ્કિન ડીસીઝ તથા ખરવા મોવાસા રોગ વિરોધ રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.
સદર પશુ આરોગ્ય મેળામાં પશુ રોગની સારવાર ડૉ.પ્રશાંત આર.વસાવા, પશુ ચકિત્સા અધિકારી નેત્રંગ, ડૉ.આર.એન.નાઈ રિટાયર્ડ નાયબ પશુ પાલન નિયામક જીલ્લા પંચાયત ભરૂચ દ્વારા કરવામાં આવી હતી.જેમાં ખૂબમોટી સંખ્યામાં પશુપાલકોએ લાભ લીધો.