(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગામની સીમમાં બકરા ચરાવવા ગયેલ ૧૧ વર્ષીય બાળકીને શેરડી તોડી આપવાના બહાને બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને અંકલેશ્વરની નામદાર સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને અલગ અલગ કલમો હેઠળ ૭૨ હજાર નો દંડ ફટકાર્યો હતો વધુમાં બાળકીને સાત લાખ વિક્ટીમ કોમ્પનસેશન હેઠળ વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયાના પડવાણીયા ગામ ની સીમમાં ગત તા.૧૧.૧૨.૧૯ ના રોજ ૧૧ વર્ષીય બાળકી બકરા ચરાવવા ગઈ હતી દરમ્યાન ભગવત જગા વસાવાએ બાળકીને શેરડી તોડી આપવાના બહાને ખેતરમાં લઈ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારી ગુપ્ત ભાગે ઈજા કરી ફરાર થઇ ગયો હતો. જો કે બાદ માં બાળકીને દુખાવો થતા તેણે સમગ્ર હકીકત માતપિતાને જણાવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા અને ભગવત વસાવા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ અંકલેશ્વરના નામદાર એડિશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ વી.જે કલોતરા ની કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.આ કેસ નામદાર વી.જે કલોતરાની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ પિયુષ રાજપૂત દ્વારા ૧૩ સાહિદો તથા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવતા નામદાર એડિશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ વી.જે કલોતરાએ સરકારી વકીલ પિયુષ રાજપૂતની દલીલો અને ગ્રાહ્ય રાખી આરોપી ભગવત વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી અને અલગ અલગ કલમો હેઠળ ૭૨ હજારનો દંડ ફટકાર્યો હતો અને વધુમાં બાળકીને રૂપિયા સાત લાખ વિક્ટીમ કોમ્પનસેશન હેઠળ ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓર્થોરિટી ભરૂચને વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.