અંકલેશ્વર,
લોકસભાની ચૂંટણી ટાણે ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવા સાથે સાથે ભરૂચ જિલ્લાના ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવી વિરોધ નોંધાવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.એનએચઆઈ ની નીતિ સામે આક્રોશે ભરાયેલા ખેડૂતોએ ગુજરાતને પંજાબ બનાવવા તરફ જઈ રહ્યા છે જેથી સરકાર પાસે માંગણી કરી અમારા પ્રશ્નનો નું ઝડપી નિરાકરણ લાવો નહીતો આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
સમગ્ર રાજ્યમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પસાર ચાલી રહ્યા છે અને તેવા સમયે સરકારના કાન આમળવા જમીન ગુમાવનાર ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે.ત્યારે અંકલેશ્વરના ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈને વારંવાર રજૂઆત કરવા સાથે વિરોધ નોંધાવી રહ્યા છે.ત્યારે પુનઃ ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવે ઉપર ઉતરી આવ્યા હતા અને ભારે ઘેરાવો અને આક્રોશ વ્યક્ત કરી ખેડૂતોએ સમાન વળતરની માંગ કરી હતી અને ખેડૂતોની માંગણી હજુ પણ સરકાર નહિ સાંભળે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે એક્સપ્રેસ હાઈવે માં જમીન પાણીના ભાવે ગુમાવનાર ખેડૂતો મેદાનમાં ઉતર્યા હતા.જેના પગલે સ્થાનિક પોલીસ કાફલો પણ દોડતો થઈ ગયો હતો.ધમધોકતા તાપમાં પણ ખેડૂતો એક્સપ્રેસ હાઈવે ઉપર દોડી આવી પોતાની જમીન નું પૂરું વળતર મેળવવા એક્સપ્રેસ હાઈવે ઉપર બેસી ગયા હતા અને તાપ હોવા છતાં ધણી મહિલાઓએ દિવાલના છાંયડા નીચે અને માથા ઉપર દુપટ્ટા ઓઢી તાપથી બચવાના પ્રયાસ વચ્ચે આંદોલનમાં જોડાયા હતા.
ભરૂચ જિલ્લાના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીન સરકારના મહત્વપૂર્ણ ત્રણ પ્રોજેક્ટ કોડીડોર,એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવામાં આવી રહી છે.પરંતુ ખેડૂતોને તેમની જમીન સંપદાન મુજબ વળતર ન મળતું હોય અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો ને જે પ્રમાણેનું જમીન સંપાદન નું વળતર ચુકવવામાં આવ્યું છે તે પ્રમાણે નું વળતર ભરૂચ જિલ્લાના ખેડૂતોને ચુકવવામાં આવે તેવી માંગણી સાથે જ્યાં સુધી ખેડૂતો ની માંગણી નહિ સંતોષાય ત્યાં સુધી આંદોલન ઉગ્ર બનતું રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
હાંસોટ તાલુકાના ગોલાદરા ગામના ખેડૂત હરીલાલ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વરના દીવા ગામના ખેડૂતો ભેગા થયા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી એનએચઆઈ એ દિવા ગામના 19 ખેડૂતોના કોઈપણ જાતના પ્રમાણ આપવામાં નથી આવ્યા કામ પુરે પૂરું થઈ ગયું છે અને રસ્તો પણ ચાલુ થઈ ગયો છે તેમ છતાં એનએચઆઈ માંગણી વિરુદ્ધનું કામ કરી રહ્યું છે જે માપ છે તેના કરતા વધુ કામ કર્યું છે.અમે ગુજરાતના ખેડૂતો છે ભરૂચ જિલ્લાના ખેડૂતો છે જે
શાંત છે પરંતુ એનએચઆઈ ની જે નીતિ છે તે આર કતરી રીતે ધીરે ધીરે દિશા બદલી રહ્યા છે અને ગુજરાતને પંજાબ બનાવવા તરફ જઈ રહ્યા છે.જેથી સરકાર પાસે માંગ છે કે અમારા પ્રશ્નોનું ઝડપી નિકાલ કરો અને અમારી માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.
તો બીજી તરફ અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામના ખેડૂત પુત્રી અઝીમા માંજરાએ જણાવ્યું હતું કે અમારી માંગણી નહિ સંતોષાય તો આજ રીતે અમે વિરોધ કરતા રહીશું અને સરકારે ખેડૂતો તરફ જોવું પડશે અને વિધાનસભાની ચૂંટણી સમયે વળતર ચુકવવાની બાંહેધરી આપી હતી.પરંતુ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ખેડૂતો હવે ચૂંટણી નો પણ બહિષ્કાર કરવામાં આવશે અને આંદોલન ચાલુ રાખવામાં આવશે.
અંકલેશ્વરના ખેડૂતોએ ફપુનઃ એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવતા પોલીસ કાફલો દોડતો થયો
- વિવિધ માંગણીઓને લઈને અંકલેશ્વરના ખેડૂતો એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવ્યું - ખેડૂતોની માંગણી નહીં સાંભળવામાં આવે તો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી