ભરૂચ,
ભરૂચ જીલ્લાને જોડતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર દિવાળીના તહેવારોને લઈને વાહનોનું ભારણ વધ્યું છે.ત્યારે દિવાળીના તહેવારો પૂર્ણ થતાં નેશનલ હાઈવે ઉપર વાહનોના ભારણના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉદ્દભવી છે.અંકલેશ્વરથી સુરત તરફ જવાના માર્ગ ઉપર વાહનોનું ભારણ વધતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી રહી છે.
ભરૂચ જીલ્લા માંથી પસાર થતો વડોદરા – સુરતને જોડતો નેશનલ હાઈવે ૪૮ ઉપર ટ્રાફિકજામની સમસ્યા સતત તહેવારોમાં જોવા મળી રહી છે. દિવાળીના સમયમાં પણ વાહનોનું ભારણ વધ્યું હતું અને દિવાળીના તહેવારો પૂર્ણ થતા પણ વાહનોનું ભારણ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર જોવા મળી રહ્યું છે.જેના પગલે અંકલેશ્વર થી સુરત તરફ જવાના માર્ગ ઉપર સતત વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે ૮ થી ૧૦ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.જેના કારણે વાહનચાલકોથી માંડી પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.વાહનોનું ભારણ વધી જવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઊભી થઈ રહી છે.જેના કારણે લાંબો પ્રવાસ કરતા પ્રવાસીઓથી માંડી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. જોકે ટ્રાફિકજામને હળવો કરવા માટે પોલીસને પણ પરસેવો પડી રહ્યો હતો.પરંતુ તહેવારોના કારણે અને અકસ્માતના પગલે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અંકલેશ્વરથી સુરત તરફના માર્ગ ઉપર ને.હા નં.૪૮ ઉપર વાહનોની લાંબી કતારો લાગી
- ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા વાહનચાલકો અને દિવાળીના તહેવારોમાં પ્રવાસે નીકળેલા પ્રવાસીઓ અટવાયા - અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિકજામ સર્જાતા પોલીસ ટ્રાફિક ખુલ્લો કરવા લાગી હતી