google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, April 14, 2024
HomeCrimeઅંકલેશ્વર : જીતાલી-દઢાલ માર્ગ પર ગાંજાની ખેતી કરનાર ઈસમની પોલીસે ધરપકડ કરી

અંકલેશ્વર : જીતાલી-દઢાલ માર્ગ પર ગાંજાની ખેતી કરનાર ઈસમની પોલીસે ધરપકડ કરી

- 7.440 કિલો લીલો ગાંજો મળી કુલ રૂપિયા 74 હજારનો મુદ્દામાલ કબ્જે કરી સેંગપુર વડ ફળીયામાં રહેતા ઈસમની ધરપકડ કરી

અંકલેશ્વર,
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના જીતાલી-દઢાલ માર્ગ પર ઝૂંપડાની દીવાલ પાસે ઉગાડેલ 7 કિલો લીલો ગાંજો મળી રૂ.74 હજારના મુદ્દામાલ સાથે ભરૂચ એસઓજી પોલીસે એક ઈસમને ઝડપી પાડયો હતો.
મળતી માહિતી અનુસાર ભરૂચ એ.ઓજી પોલીસના હેડ કોન્સ્ટેબલ ભાવસિંગ વસાવાને બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના જીતાલી -દઢાલ માર્ગ ઉપર ઝૂંપડું બનાવી રહેતા એક ઈસમે લીલા ગાંજાના છોડ ઉગાડેલા છે.જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડતા પોલીસને ઝૂંપડાની બાજુમાં સિમેન્ટના પતરાની દીવાલને અડીને ઉગાડેલા 2 જેટલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા.પોલીસે 7.440 કિલો લીલો ગાંજો મળી કુલ રૂપિયા 74 હજારનો મુદ્દામાલ કબ્જે કરી સેંગપુર વડ ફળીયામાં રહેતા ઈસમની ધરપકડ સાથે આગળની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!