google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, April 16, 2024
HomeCrimeપ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીની અંકલેશ્વર પોલીસે ધરપકડ કરી

- પોલીસે મોહમદ માઝ તાહીર ઉસ્માન શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી - ચાઈનીઝ દોરીના પાંચ બોબીન મળી કુલ ૨૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો

અંકલેશ્વર,
ઉત્તરાયણ પર્વ નજીક આવતા પતંગ અને દોરી નું વેચાણ શરુ થતું હોય છે.ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે.આ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવાથી તથા પતંગ ઉડાવનાર અને તેની દોરીથી ઈજા પામનાર બંને માટે જોખમી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.જેથી પોલીસ સતર્ક બની પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા એક વેપારીની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.
જેમ જેમ ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે.તેમ તેમ લોકો દ્વારા દોરી અને પતંગ ખરીદી કરવામાં આવી રહી છે.જોકે ચાઈનીઝ દોરી ના વેચાણ ઉપર પ્રતિબંધિત હોવા છતાં કેટલાક વેપારીઓ દ્વારા તેનું વેચાણ થતું હોય છે.જેના કારણે નિર્દોષ વાહન ચાલકોના ગળે ચાઈનીઝ દોરી આવતા જીવ પણ ગુમાવવો પડે છે.જેના કારણે પોલીસ સતર્ક બની છે.વડોદરા રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર ડીવીઝન ચિરાગ દેસાઈ તરફથી જીલ્લામા કલેક્ટર ભરૂચ તરફથી બહાર પાડેલ જાહેરનામાનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે.જાહેરનામા અનુસાર “સ્કાય લેન્ટર્ન” (ચાઈનીઝ તુક્કલ) તેમજ પ્લાસ્ટીક કે સિંથેટીક મટીરીયલ કે તેવા ચાઈનીઝ પ્રકા૨ના મટીરીયલથી બનેલ તથા નાયલોન દોરા અથવા ઝેરી મટીરીયલના દોરાનો પતંગ ચગાવવા ઉપયોગ ક૨વા કે તે હેતુથી વેચાણ સંગ્રહ તથા વ્યાપાર ક૨વાની મનાઈ ફરમાવાઈ છે. ભરૂચ જીલ્લામાં બહાર પાડેલ જાહેરનામાની અમલવારી કરાવવા માટે જાહેરનામા અનુસંઘાને પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ભુતીયા અંક્લેશ્વર શહેર “બી“ ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂ કરી હતી.આ દરમ્યાન ટીમ પેટ્રોલીંગમા હતી તે દ૨મ્યાન મળેલ બાતમી આધારે અંક્લેશ્વર શહેર રાજપીપળા રોડ ઉપર આવેલ ઓ.એન.જી.સી ગેટની બાજુમા આવેલ સી.એન.જી.પેટ્રોલ પંપ નજીક એક ઈસમને પ્રતિબંધીત ચાઈનીઝ દોરી સાથે વેચાણ કરતો મળી આવ્યો હતો.પોલીસે મોહમદ માઝ તાહીર ઉસ્માન શેખ ઉ.વ.૨૦ રહેવાસી સી/૪૨, પટેલ નગ૨-૨, રાજપીપળા રોડ, ગડખોલ તા.અંકલેશ્વર જી.ભરૂચ વિરુધ્ધ ઈ.પી.કો કલમ 188 મુજબનો ગુનો દાખલ ક૨ી કાયદેસ૨ની કાર્યવાહી હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે સ્થાનિક દોરીની સરખામણીમાં ચાઈનીઝ દોરી સસ્તી હોય છે પણ તેનો ઉપયોગ જોખમી છે.ચાઈનીઝ દોરીના વપરાશ પર પ્રતિબંધ છે તેમ છતાં શહેરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરવામાં આવે છે.ચાઈનીઝ દોરીના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.સરકાર દ્વારા પણ ચાઈનીઝ માંજાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના આદેશ કરવામાં આવ્યા હોવા છતાંકેટલાક વેપારી ચાઈનીઝ માંજાનું વેચાણ કરે છે.જેથી પોલીસ અને પ્રશાસ આવા માંજાનું વેચાણ કરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી જોઈએ જેથી આવી ચાઈનીઝ દોરીના કારણે કોઈ દિવસ કોઈ નિર્દોષ લોકોને જીવ પણ ગુમાવવો ના પડી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!