ભરૂચ,
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમ્યાન અંકલેશ્વરથી ઉમરવાડા રોડ ઉપર ફોર વ્હીલ ગાડી નંબર જીજે ૧૬ ૯૯૧૫ માં લઈ જવાતો ગાંજા નો જથ્થો ઝડપી પાડી એકની અટકાયત કરી ૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અંકલેશ્વરથી ઉમરવાડા રોડ ઉપર ફોર વ્હીલ ગાડી નંબર-જીજે ૧૬ બીબી ૯૯૧૫ જઈ રહી હતી.જેના ઉપર પોલીસને શંકા જતાં પોલીસે ગુજરાત ગેસ કંપની પાસે પોલીસ પોઈન્ટ નજીક કારને થોભાવી કારની ડીકીમાં ચેક કરતાં તેમાંથી બે પાર્સલ મળી આવ્યા હતા.પોલીસે પાર્સલમાં શું છે તે અંગે ચાલકને પૂછપરછ કરતાં તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંને પાર્સલ ખોલી જોતાં તેમાંથી ગાંજાનો ૪૯.૪૧૦ કિલો ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ૪.૮૪ લાખનો ગાંજો અને કાર મળી કુલ ૧૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અંકલેશ્વરની ફૈઝ પાર્ક સોસાયટીમાં રહેતા ઈસમને ઝડપી પાડ્યો હતો અને જથ્થો ક્યાંથી લાવ્યો હોવાનું પૂછતાં તેને ભરૂચની દહેગામ ચોકડી ઉપરથી એક ઈસમએ ભરી આપી કિમના એક ઈસમને આપવાનું જણાવ્યુ હતું.
પોલીસે ભરૂચની વાસિલા પાસે રહેતા અને અગાઉ બી ડિવિઝન પોલીસ મથકના એમના ગુનામાં ઝડપાઈ ચૂકેલો ઈમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હકક પઠાણ તેમજ રાજુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને તોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઈમ્તિયાઝ ઉર્ફે રાજન અબ્દુલ હકક પઠાણ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય તેને વહેલી ટકે ઝડપી પાડી તેને પાસા કરવામાં આવે તે જરૂરી છે.