google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratઅંકલેશ્વર ઉદ્યોગ મંડળની ૨૯ જૂનના રોજ ચૂંટણી યોજાશે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ૨૯ જૂનના રોજ ચૂંટણી યોજાશે

અંક્લેશ્વર,

અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજીંગ કમિટીના સભ્યો માટેની ચૂંટણી માટેનું જાહેરનામું ગુરૂવારના રોજ બહાર પાડી દેવામાં આવ્યું છે.૨૯ મી જૂનના રોજ મતદાન કરાવવામાં આવશે.જનરલ કેટેગરીના ૮, રિઝર્વ કેટેગરી માટે ૧ અને કોર્પોરેટ કેટેગરી માટે ૧ સભ્ય માટે ચૂંટણી જંગ ખેલાશે.ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીને અનુલક્ષી પાછળ ઠેલવવામાં આવેલી ચૂંટણીની આખરે જાહેરાત કરી દેવામાં આવી છે.૬ જૂનના રોજ ઉમેદવારી પત્રોનું વિતરણ અને ૧૧ મીથી ઉમેદવારોની નોંધણી કરવામાં આવશે.૧૩ મીએ ઉમેદવારીપત્રોની ચકાસણી તથા ૧૯ મી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. ૨૯ મીએ સવારથી મતદાન કરાવવામાં આવશે. મતગણતરી પણ તે જ દિવસે કરવામાં આવશે.ગત ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલ સામે પાંચ સભ્યો વાળી વિકાસ પેનલ ચૂંટણી જંગમાં ઝંપલાવતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો હતો અને આ પેનલના બે સભ્યોનો વિજય પણ થયો હતો.ચાલુ વર્ષે પણ સત્તાધીશોને વિકાસ પેનલ પડકાર આપે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ૧,૨૫૦ થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ ૧૦ સભ્યોની મુદત પૂરી થાય છે જેથી ચૂંટણી યોજવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!