google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeCrimeઅંકલેશ્વરમાં ૧૨ વર્ષની સગીરાની એકલાતનો લાભ લઈ દુષ્કર્મ બાદ હત્યાનો પ્રયાસ કરનારને...

અંકલેશ્વરમાં ૧૨ વર્ષની સગીરાની એકલાતનો લાભ લઈ દુષ્કર્મ બાદ હત્યાનો પ્રયાસ કરનારને આજીવન કારાવાસની સજાનો હુકમ

- અંકલેશ્વરના એડિશનલ એન્ડ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કારાવાસ સખ્ત કેદ તથા ભોગ બનનારને એક લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો

ભરૂચ,

અંકલેશ્વર પંથકના એક ગામમાં પરપ્રાંતીય નરાધમે ૧૩ વર્ષ પહેલા સગીરાને લસણ ફોલવા તથા ચોકલેટ આપવાના બહાને ફરિયાદીના વાલીપણા માંથી સગીરાને લઈ જઈ એકલતાનો લાભ લઈ નરાધમે ટીવીનો અવાજ વધારી સગીરા નું મોઢું દબાવી તેની ઉપર બળજબરી પૂર્વક બળાત્કાર કરતા તેમજ ગળું દબાવી હત્યાનો પ્રયાસ કરાયો હોવાના મામલે અંકલેશ્વર કોર્ટે નરાધમ પરપ્રાંતીય ને આજીવન કારાવાસ ની સખ્ત સજા તથા ભોગ બનનારને એક લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

સમગ્ર ગંભીર ગુનાની મળતી માહિતી અનુસાર આરોપી રોહિત શંભુ ઠાકુર મૂળ રહેવાસી બિહાર અને જેતે સમયના રહેવાસી અંક્લેશ્વર તાલુકામાં એક ગામમાં રહેતા નરાધમે ફરિયાદીની સગીર વયની દીકરી ઉં.વર્ષ ૧૨ ની ને એકલી રમતી જોઈ અને આરોપીને ભોગ બનનાર રોહિત કાકા તરીકે જાણતી હતી.જેથી નરાધમ રોહિત ઠાકુરે બાળકીને લસણ ફોલવા અને ચોકલેટ લેવા માટે રૂપિયા ૧૦ ની લાલચ આપી ભોગ બનનારને વાલીપણા માંથી લઈ જઈ નરાધમે પોતાના રૂમના બેડરૂમના દરવાજાને સ્ટોપર મારી ટીવી ચાલુ કરી આજુબાજુ ખબર ન પડે તેવી રીતે ટીવીનો અવાજ વધારી બાળકીને બેડ ઉપર સુવડાવી મોઢું દબાવી સગીરાના કપડાં ઉતારી બળજબરી પૂર્વક દુષ્કર્મ કરવાની કોશિશ કરી હતી અને તે સમયે સગીરાને પેશાબમાં અતિશય દુખાવો થતા આરોપીએ મોઢું દબાવી રાખતા સગીરા તડફડિયા મારતી હતી અને ભોગ બનનારના બંને પગ એક પીળા કલરની દોરી વડે બાંધી દીધા હતા અને દરવાજો કોઈ વ્યક્તિએ ખખડાવતા સગીરાનું ગળું દબાવી તેને જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી અને આરોપીએ સગીરાને મારી નાંખવાનું કહેતા સગીરાને ઘરમાં સંતાડી દીધી હતી અને સગીરા ઘર માંથી પલંગ નીચેથી ગભરાયેલી અવસ્થામાં મળી આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને આ મામલે પોલીસે અપહરણ,બળાત્કાર તથા હત્યાના પ્રયાસ બદલ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી નરાધમની ધરપકડ કરવામાં આવી હતી.

આ સમગ્ર કેસ અંકલેશ્વરના એડિશનલ એન્ડ ડીસ્ક્ટ્રીકટ સેશન્સ કોર્ટ જજ કાલોતરા સાહેબ સમક્ષ ચાલી જતા ભોગ બનનાર ફરિયાદી પક્ષે જીલ્લા સરકારી વકીલ પરેશ બી પંડયાએ તમામ મેડિકલ રિપોર્ટ,આધાર પુરાવા તથા સાક્ષીઓને તપાસતા આખરે ગુનાને અંજામ આપનાર નરાધમને આજીવન કારાવાસની સજા તથા ભોગ બનનારને એક લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરતા ભોગ બનનારના પરિવાજનો એ મુખ્ય સરકારી વકીલ અને ન્યાયાલયનો આભાર માન્યો હતો.  

ભરૂચ જીલ્લામાં ઘર આંગણે રમતી બાળકીઓ, ખાનગી ટ્યુશનમાં જતી બાળકીઓ,શાળા અને કોલેજોમાં પણ બાળકીઓ સુરક્ષિત નથી અને ન્યાયાલયમાં આજે જે ચુકાદો આવ્યો છે તેમાં સગીરા ઉપર બળાત્કારના પ્રયાસ અને હત્યાના પ્રયાસ તથા પોક્સો એક્ટ હેઠળ નરાધમ ને આજીવન કારાવાસની સજા કરી છે અને આ ચુકાદો સમાજ માટે પણ દાખલારૂપી સાબિત થયો છે અને આવા ચુકાદાઓથી ઘટી શકે તેમ મુખ્ય સરકારી વકીલ પરેશ બી પંડયાએ કહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!