અંક્લેશ્વર,
તારીખ ૧ લી ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આશરે બપોરના ત્રણ વાગ્યાના સુમારે ગડખોલ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને ગડખોલ વેલકમનગર પાસેનો રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો.જેમાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી.જેમાં ઈએમટી પાયલ મહેતા તેમજ પાયલોટ પરેશ વસાવા એમ્બ્યુલન્સ લઈને તરત જ ઘટના સ્થળે રવાના થયા હતા.સીન પર પહોંચી જરુરી સારવાર આપી પેશન્ટને હોસ્પિટલમાં લઈ જવા રવાના થયા હતા.તે દરમ્યાન પેશન્ટ પાસેથી એક મોબાઈલ,બાઈકની ચાવી, સોનાની કાનની બુટ્ટી, કપલ રીગ તેમજ આશરે ૬૦૦ રૂપિયા રોકડ એમ મળી આશરે ૫૦,૦૦૦ રુપિયા નો મુદ્દામાલ હોસ્પિટલ ખાતે તેમના મિત્રને સુપરત કરવામાં આવેલ.આમ ગડખોલ 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે.