Wednesday, February 28, 2024
spot_img
HomeCrimeભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માંથી અંકલેશ્વરની બે સગી બહેનો તાળું ખોલી...

ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માંથી અંકલેશ્વરની બે સગી બહેનો તાળું ખોલી રફુચક્કર થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

- ઘટનાના સામે આવ્યા સીસીટીવી - ફરાર બંને સગી બહેનોમાં સગીર વયની હોવાનું અનુમાન - ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં ફરજ નિભાવતા કર્મીઓની બેદરકારી સામે આવી

ભરૂચ,
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકના જીઆઈડીસી વિસ્તારમાં બે સગી બહેનો ગુમ થયો હોવાની ઘટનામાં બંને બહેનોને પરપ્રાંતિયો ભગાડી ગયો હોવાનો ભાંડો ફૂટ્યા બાદ આરોપીઓ સામે ગંભીર પ્રકારના ગુના દાખલ થયા બાદ બંને સગી બહેનોને ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે રાખવામાં આવતા ગત મોડી રાત્રે તાળું ખોલી બંને સગી બહેનો રફુચક્કર થઈ જતા ગુમ સુદાની ફરિયાદ ભરૂચ એ ડિવીઝન પોલીસ મથકે નોંધાઈ ગઈ છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં બે સગી સગીર વયની બહેનો ચિલ્ડ્રન હોમ માંથી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાય છે.જેમાં આક્ષેપ કર્યા છે કે અંકલેશ્વર પંથકના જીઆઈડીસી વિસ્તારમાં પરપ્રાંતીયો સગીર વયની બે બહેનોને ભગાડી ગયો હોય જે અંગેનો ગુનો દાખલ થતાં જે તે સમયે પોલીસે તપાસ દરમ્યાન બંને સગીર વયની સગી બહેનોને શોધી કાઢી હતી અને ભગાડી જનાર આરોપીઓ સામે અપહરણ પકસો અને બળાત્કારનો ગુનો દાખલ કરી જેલ ભેગા કરાયા હતા જ્યારે બંને સગી બહેનોને સુરક્ષિત ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભરૂચ ખાતે ખસેડવામાં આવી હતી.
ભરૂચ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી બે સગી બહેનો ગત તારીખ ૨૩ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ રાત્રિના ૯ : ૨૭ મિનિટે ચિલ્ડ્રન હોમના લોખંડની ગ્રીલ પર તાળું મારેલ હોય તે તાળુંને ખોલી બહાર જઈ રહી હોવાનું સીસીટીવીમાં સામે આવ્યું છે અને બંને બહેનોનો કોઈ અતો પતો ન લાગતા બંનેની ગુમસુદા અંગે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે અને પોલીસે પણ બંને સગીર વયની સગી બહેનોની શોધખોળ શરૂ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચિલ્ડ્રન હોમ ફોર માં રહેતી બે સગીર વયની સગી બહેનો લોખંડની ગ્રીલનો તાળો ખોલી જતી રહી હોવાના સીસીટીવી સામે આવતા ચિલ્ડ્રન હોમમાં ફરજ નિભાવતા કર્મીઓની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ ગયા છે.શું સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા નથી અને બંને સગી બહેનોએ ચાવી કેવી રીતે લીધી જેવા અનેક સવાલો ઉભા થતા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!