google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, November 4, 2024
HomeGujaratનાણા મંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું : રાજ્યની ૮ નગરપાલિકાઓને...

નાણા મંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું બજેટ રજૂ કર્યું : રાજ્યની ૮ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત

રજૂ કરવામાં આવેલા આ બજેટને ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ ગણાવ્યું છે જેમાં ૨૦૪૭ નો રોડમેપ નક્કી કર્યો છે

ગાંધીનગર,

આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ એ ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે.ગુજરાતના બજેટ ૨૦૨૪ થી ગુજરાતીની જનતાને ગણી અપેક્ષાઓ છે.આ વખતનું બજેટ ગુજરાતનું સૌથી મોટું બજેટ છે.જેમા અનેક જનતાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે.ત્યારે આ બજેટ ખાસ કરીને રાજ્યની નગરપાલિકાઓને ફળ્યું છે.આજે બજેટમાં રાજ્યની ૮ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાતના બજેટ ૨૦૨૪ રજૂ કરતા સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે રાજ્યમાં ૮ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.તો જોઈએ કઈ ૮ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે.ગુજરાતની કુલ ૮ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.જેમા નવસારી,ગાંધીધામ, મોરબી,વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણનો સમાવેશ થાય છે.નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરવામાં આવેલા આ બજેટને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ ગણાવ્યું છે જેમાં ૨૦૪૭ નો રોડમેપ નક્કી કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!