google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, May 24, 2024
HomeGujaratપાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઈન્સ્પેકશન અને જિલ્લા પોલીસ અધિક્ષકનો લોક દરબાર...

પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ઈન્સ્પેકશન અને જિલ્લા પોલીસ અધિક્ષકનો લોક દરબાર યોજાયો

- લોક દરબારમાં વિવિધ લોક પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી - પોલીસવડા મયુર ચાવડાએ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી

ભરૂચ,
ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઈન્સપેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.પોલીસવડા મયુર ચાવડાએ પાલેજ બીટનાં ગામોનાં લોકોનાં પ્રશ્નો સમસ્યા અને સૂચનો લઈ તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી.વધુમાં પોલીસવડા એ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી.તેઓ એ પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વુમન અને ચાઈલ્ડ ક્રાઈમ અને સાયબર સિક્યોરિટી આ અમારી મુહિમ છે.જેનાં ઉપર અમે કામ કરીએ છીએ.કોઈએ અજાણ્યા ઓટીપી ખોલવા નહિ તેમજ ડ્રિન્ક અને ડ્રાઈવના લીધે અકસ્માતો થઈ રહ્યા છે.તેનાં નિરાકરણ માટે અમે પ્રયાસો કરીશું.
મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે પાલેજના નગરજનો અને આગેવાનો સાથે મળી ટ્રાફિક લક્ષી સમસ્યા, પાર્કિંગ અને લારી ગલ્લાં બાબતે રજૂઆતો સાંભળી જે બાબતે યોગ્ય ઘટતું કરવા ખાતરી આપી હતી.લોક જાગૃતિ માટે અમે શાળા,કોલેજો અને સોસાયટીઓમાં કાર્યક્રમો યોજી લોકો જાગૃત કરીએ છીએ.કાર્યક્રમના અંતે પાલેજ પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર શિલ્પા દેસાઈએ તમારી કોઈપણ સમસ્યા હોય તો પોલીસને લગતાં કામ હોય તો પોલીસને જાણ કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે પોલીસ અધિક્ષક મયુર ચાવડાનું પુષ્પ ગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય મલંગ પઠાણ,ઉપસરપંચ સહિત સદસ્યો અને નગરજનોએ પ્રશ્નો રજુ કર્યા હતા.અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!