વાગરા,
વાગરા તાલુકામાં ચોવીસ કલાકમાં બે અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં પ્રથમ CISF કોલોની નજીક કાર્બન ભરેલ ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો તો બીજી ઘટનામાં રાત્રીના સમયે મિક્સ્ચર ટેન્કર ચાલકને અકસ્માત નડયો હતો.જોકે સદ્દનસીબે બંને અકસ્માતની ઘટનાના ચાલકોની આબાદ બચાવ થવા પામ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં ટ્રક અને ટેન્કર પલ્ટી મારી જવાની ઘટના સામે આવી છે.જેમાં પ્રથમ બનાવમાં પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન કંપની માંથી કાર્બન લોડ લોડ કરી ટ્રક નંબર જીજે ૦૧ એવાય ૮૭૬૮ દહેજની MRF કંપનીમાં જઈ રહી હતી.તે વેળા વાગરા CISF કોલોની નજીક ટ્રકને અકસ્માત નડ્યો હતો.ચાલકના જણાવ્યા અનુસાર ટ્રક ભરૂચ તરફથી આવી રહી હતી.તે વેળાએ વાગરા તરફથી ઓવરલોડ માટી ભરેલ ડમ્પર ચાલક પુરપાટ ઝડપે ઓવર ટેક કરી રહ્યો હતો.ઓવર ટેક કરી રહેલ ડમ્પરને બચાવવા જતા ટ્રક રોડની સાઈડમાં પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.જોકે સદ્દનસીબે ચલાકનો આબાદ બચાવ થયો હતો.પરંતુ લોડિંગ ભરેલ ટ્રક પલ્ટી જતા ટ્રકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું.
તો બીજી ઘટનામાં સોમવારની રાત્રીએ રાત્રીના સમયે વાગરાથી દહેજ તરફ જતું મિક્સ્ચર ટેન્કર નંબર જીજે ૧૧ ઝેડ ૯૦૧૬ ને વાગરા તાલુકાના સુતરેલ ગામ નજીક અકસ્માત નડયો હતો.ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હોવાથી વાહનો તેમજ રાહદારીઓની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી.ટેન્કર પલ્ટી જતા ચાલકને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.ચાલકની સમયસૂચકતાથી તેનો આબાદ બચાવ થયો હતો.પરંતુ વાહન માલિકને મોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં અકસ્માતની બે ઘટનાઓ સામે આવી હતી.જોકે સદ્દનસીબે બંને અકસ્માતમાં ચાલકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો.પરંતુ વાહનોને નુકશાન થવા પામ્યું છે.
વાગરા તાલુકામાં ચોવીસ કલાકમાં અકસ્માતની બીજી ઘટના બની : સુતરેલ નજીક મિક્સ્ચર ટેન્કરે મારી પલ્ટી
- સદ્દનસીબે અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ પરંતુ વાહન નુકશાન થવા પામ્યું