ભરૂચ,
અરજદાર પોતાના લગ્ન વિષયક વિવાદમાં વૈવાહીક લોક અદાલત મારફતે ઝડપી અને શાંતિપુર્ણ રીતે નિકાલ લાવી શકે અને સ્વસ્થ સમાજની રચના થાય તે હેતુથી ઉજાસ એક આશાની કિરણ પહેલ હેઠળ દર માસના પ્રથમ અને ત્રીજા શનિવારે ભરૂચ મુખ્ય મથકે જીલ્લા ન્યાયાલય સંકુલ ખાતે વૈવાહીક લોક અદાલત યોજવામાં આવે છે.
ભરૂચના શહેરની એક સોસાયટીમાં રહેતા અરજદાર સુલતાનાબેન (નામ બદલેલ છે) તરફથી પોતાના પતિ ઈસ્માઈલ (નામ બદલેલ છે) ત્રાસ આપતા હોવાની એક અરજી મહિલા પોલીસ સ્ટેશન, ભરૂચને મળી હતી. જે અરજી અન્વયે સમાધાનની પ્રક્રિયા માટે વૈવાહીક લોક અદાલતમાં મુકી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચને તબદીલ કરવામાં આવી હતી.જે અન્વયે જીલ્લા ન્યાયાલય સંકુલ ખાતે વૈવાહીક લોક અદાલતમાં પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ, ભરૂચ અને મિડીએટરની બેન્ચ દ્વારા બંને પક્ષકરોને સાંભળી સમાધાનની પ્રક્રિયા હાથધરી હતી.જેમાં બંને પક્ષકારોને બેન્ચ દ્વારા સમજાવતા પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન થયુ હતું.
ભુતકાળને ભુલેલા પતિ-પત્નીને એક બીજાનો સાથ મળતા ભરૂચનો વધુ એક પરીવાર તુટતા બચી ગયો હતો. સાથે આવેલ બંને તરફના પરીવારના વડીલોએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ,ભરૂચની ઉજાસ એક આશાની કિરણ આ પહેલને બિરદાવી હતી.આ લોક અદાલતની આગામી સીટીંગ તા.૧૮/૦૭/૨૦૨૪ ના રોજ રાખવામાં આવી છે. પોતાના વૈવાહીક સંબંધોમાં શાંતિપુર્ણ સમાધાન થકી પરીવારમાં આશાની ઉજાસ પ્રજવલીત કરવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળજિલ્લા ન્યાયાલય સંકુલ, બીજો માળ,જિલ્લા ન્યાયાલય સંકુલ, ભરૂચ અથવા નજીકની સીવીલ કોર્ટમાં કાર્યરત તાલુકા કાનુની સેવા સમિતિ તેમજ નજીકના પોલીસ,સ્ટેશનનો સંપર્ક કરવા ભરૂચની જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી.જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્નારા મળેલી એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું હતું.
વડીલોએ પ્રી-લોક અદાલતની આ પહેલને બિરદાવી : ભુતકાળ ભુલેલા પતિ-પત્નીને એક બીજાનો સાથ મળતા વધુ એક પરીવાર તુટતા બચી ગયો
- જીલ્લા ન્યાયાલય સંકુલ ખાતે વૈવાહીક લોક અદાલતની વિશેષ કામગીરી અન્વયે - ઉજાસ એક આશાની કિરણ ચરીતાર્થ થતા ભંગાણના આરે પહોંચેલા ભરૂચના એક પરીવારનાં લગ્ન જીવનમાં પુનઃ અજવાળું પથરાયું