google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratનર્મદા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવાયો : પોલીસવડા પ્રશાંત શુમ્બેએ લીલી...

નર્મદા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી દિવસ ઉજવાયો : પોલીસવડા પ્રશાંત શુમ્બેએ લીલી ઝંડી ફરકાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યુ

- વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે નર્મદા જીલ્લા પોલીસે ૩ વર્ષમાં પકડેલા ગાંજાના આંકડા જાહેર કર્યા - "ડ્રગ્સને ના કહો જિંદગીનેહા કહો"ના સૂત્રો,બેનર સાથે નગરમાં નીકળેલી રેલી લોક આકર્ષણનો કેન્દ્ર બની - આ વર્ષે ૨૦૨૪ માં ૧૬ લાખની કિંમતનો સૌથી મોટો ૬૦૦ કિલો ગાંજાનો જથ્થો નર્મદા પોલીસે પકડ્યો હતો જે અત્યાર સુધીનું નર્મદા પોલીસનું સૌથી મોટુ સફળ ઓપરેશન રહ્યું

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)

આજે ૨૬ જૂન આંતર રાષ્ટ્રીય વિશ્વ ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે નર્મદા જીલ્લા પોલીસ દ્વારા ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નર્મદા પોલીસે પત્રકાર પરિષદ બોલાવીજિલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બેએ ૩ વર્ષમાં પકડેલા ગાંજાના આંકડા જાહેર કર્યા હતા.જેમાં “ડ્રગ્સ ને ના કહો જિંદગીનેહા કહો”ના સૂત્રો,બેનર સાથે નગરમાં નર્મદા પોલીસે રેલી કાઢી હતી.જે  રેલી લોક આકર્ષણનો કેન્દ્ર બની હતી.પોલીસવડા પ્રશાંત શુમ્બેએ લીલી ઝંડી ફરકાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતું 

પોલીસવડા પ્રશાંત શુમ્બેના જણાવ્યા અનુસાર ૨૦૨૨ માં નર્મદા પોલીસે ૧૭ આરોપીઓ ઝડપ્યા હતા.જયારે ૩૩ લાખનો ૧૧૩૨ કિલો પોશ ડોડાનો જંગી જથ્થો નર્મદા પોલીસે પકડ્યો હતો.૨૦૨૩ માં પાંચ કેસ કર્યા હતા જેમાં ૭ આરોપી પકડાયાં હતા.જ્યારે ૨૦૨૪ માં બે કેસ કર્યા જેમાં ૬ આરોપીઓ પકડાયા હતા.આ વર્ષે ૨૦૨૪ માં ૧૬ લાખની કિંમતનો સૌથી મોટો ૬૦૦ કિલો ગાંજાનો જથ્થો નર્મદા પોલીસે પકડ્યો હોવાનું જણાવ્યું હતું.જે અત્યાર સુધીનું નર્મદા પોલીસનું સૌથી મોટુ સફળ ઓપરેશન રહ્યું હતું.

જેના ભાગરૂપે સપ્તાહ દરમ્યાન જાગૃતિના ભાગરૂપે નર્મદા પોલીસ દ્વારા સ્કૂટર,કાર,વાહનો પર “ડ્રગ્સને ના કહો જિંદગીને હા કહો” સૂત્રો વાળા ડ્રગ્સ વિરોધી  સ્ટીકર લગાવવામાં આવશે.તઉપરાંત ડ્રગ્સ વિરોધી જાગૃતિના સ્ટીકર, કિચન, થેલી વગેરેનું વિતરણ હું કરી લોકોમાં જાગૃતિ લેવાશે.એ ઉપરાંત સ્કૂલો કોલેજમાં યુવાનોને ડ્રગ્સથી બચવા અંગેનું માર્ગદર્શન નર્મદા પોલીસ દ્વારા આપવામાં આવશે.હાલમાં જીલ્લામાં ડ્રગ્સ અવેરનેસ કેમ્પઈન ૭ દિવસ સુધી ચલાવવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!