(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
પુરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદન સામે ક્ષત્રિય સમાજનો રોષ શમવાનુ નામ લેતો નથી.વિરોધની આગ નર્મદામા પણ ભભુકતી જોવા મળી હતી.નર્મદાના ગોપાલપુરા ગામ બહાર રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા હતા અને રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરોએ ગોપાલપુરામાં પ્રવેશ કરવો નહીં ના લખાણો સાથે રાજપૂત સમાજનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો અને ગામના આગેવાનો યુવાનોએ સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આજરોજ નર્મદાના ગોપાલપુરા ગામે ખાતે ભાજપના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ગોપાલપુરા રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં ગામમાં ભેગા થઈ ગામની બહાર બેનરો મારી વિરોધ નોંધાવ્યો હતો,રાજ્યમાં ઠેર-ઠેર રૂપાલાનો રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધવાઈ રહ્યો છે.એમાં ક્ષત્રિય સમાજ રાજકોટ બેઠક પરથી તેમની ટિકિટ રદ્દ કરવાની માગ પણ અડગ છે.પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટમાં વાલ્મીકિ સમાજના એક સ્નેહ મિલન સમારોહ સભામાં રજવાડાંને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.એના પડઘા સમગ્ર રાજ્યમાં દેખાઈ રહ્યા છે.સાથે ગોપાલપુરા ગામ બહાર બેનર પણ લગાડવામાં આવ્યું બેનરમાં લખ્યું છે કે રૂપાલા ની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી ભાજપ ના નેતાઓ કે કાર્યકરો એ ગોપાલપુરામાં પ્રવેશ કરવો નહીં,રાજપૂત સમાજ પોતાનું માથું કપાવી નાખે તેવો સમાજ છે ગમેતેમ બોલી જાય અને પછી માફી માંગી લેવાની એવું ના ચલાવી લેવાય અને જો રૂપાલાની ટિકિટ રદ્દ નહિ કરવામાં આવે તો ભાજપે આનું પરિણામ ભોગવવું પડશે ને ચીમકી પણ ઉચારી હતી.
નર્મદાના ગોપાલપુરા ગામ બહાર રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા : આગેવાનો – યુવાનોએ સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું
- રૂપાલાની ટિકિટ રદ્દ ના થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરોએ ગોપાલપુરામાં પ્રવેશ કરવો નહીંના લખાણો સાથે રાજપૂત સમાજનો પ્રચંડ વિરોધ