ભરૂચ,
ભરૂચ જીલ્લામાં વિધર્મી મુફ્તીની ગંભીર પ્રકારની માનસિકતા પત્રિકામાં છતી કરી પત્રિકામાં હિન્દૂ મહાન ગ્રંથો તથા માંસાહાર ધર્મ સહીત વિવિધ શ્લોકોનું અર્થ ઘટન કરી મોટી પત્રિકા તૈયાર કરી ઈએમલ મારફતે ઝેરોક્ષ ની દુકાન ઉપર પ્રિન્ટ અર્થે મોકલતા પત્રિકામાં રહેલી હિન્દૂ વિરોધી ટિપ્પણીને લઈ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે તાબડતોબ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી મુફ્તીની ઘરપકડ કરી રિમાન્ડ મળેવવાની તજવીજ હાથધરી હતી.
ભરૂચ રૂરલ પોલીસ મથકમાં હિન્દૂ સમાજની લાગણી દુભાવતી પત્રિકા (પેમ્પલેટ) નામે માંસાહાર ધર્મ અને પ્રકૃતિની દ્રષ્ટિએ નામના પેમ્પલેટમાં પેજ નંબર ૧ થી ૧૮ તથા ગૌ અને ગૌવંશ હત્યા? મુસલમાન શું કરે તેવા વિષયો ઉપર લખાણ લખી પ્રિન્ટ આઉટ બહાર પાડી હિન્દૂ ધર્મના મહાન ગ્રંથો મહાભારત,મનુસ્મૃતિ,ઉપનિષદ,પુરાણો વિગેરેમાં લખેલ સંસ્કૃત ભાષાના શ્લોકોનું ખોટું અર્થ ઘટન કરી હિન્દૂ ધર્મના શાસ્ત્રો મુજબ ગૌ માંસ ખાવા અંગેની ખોટી હકીકતો જણાવી હિન્દૂ ધર્મના લોકોનું અપમાન કરવાના હેતુથી દ્રેષ પૂર્ણ ઈરાદાથી ગૌ હત્યા તેમજ માંસભક્ષણ હિન્દૂ સમાજ કહીને હિન્દૂ ધર્મને બદનામ કરવાનું તેમજ લોકોને ગૌ માંસ ખાવાનું દુષ્પ્રેરણ કરી હિન્દૂ ધર્મના લોકોનું અપમાનિત કરી બે ધર્મ વચ્ચે દુશમણાવત અને લાગણી દુભાવાનુ કૃત્ય કરનાર ભરૂચ તાલુકાના કંથારીયા ગામના ટીપુ સુલતાન કોલોનીમાં રહેતા અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ (મુસ્લિમ) સામે બીએનએસની કલમ ૫૬,૫૭,૧૯૬(૧)(એ),(બી),૧૯૭ (૧)(સી),(ડી) ,૨૯૯,૩૦૨,૩૫૩ (૧)(બી),(સી) મુજબ ગુનો દાખલ કરી હિન્દૂ વિરુદ્ધ માનસિકતા ઘરવાનાર મુફતીની તાત્કાલિક ઘરપકડ કરી પત્રિકા તૈયાર કરવા માટે કોને પ્રેરણા આપી? પત્રિકા ક્યાં ક્યાં વાયરલ કરી? કેટલી પ્રસિદ્ધ કરાવી? જેવા મુદ્દો ઉપર રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલે માહિતી પુરી પાડી હતી.
પોલીસે ઝડપી પડેલા ભરૂચના કંથારીયા ગામના મુફ્તી અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ (મુસ્લિમ) ની હિન્દૂ ધર્મના ગ્રંથો પ્રત્યેની ગંભીર માનસિકતા ફલિત થઈ છે.જેમાં તેને હિન્દૂ ગ્રંથો અને મહાનગ્રંથો તથા સંસ્કૃત ભાષાના શ્લોકોનું અર્થઘટન કરી પત્રિકા તૈયાર કરી અને તે પત્રિકા લોકો સુધી પહોંચે તે પહેલા જ પોલીસે વય મનસ્ય ફેલાવવાનું કૃત્ય કરનાર મુફ્તી ને તાત્કાલિક ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદાના પાઠ ભણાવી દીધા છે.
ભરૂચમાં હિન્દૂ ઘર્મના મહાનગ્રંથોનું અર્થઘટન અને ગૌમાંસ ખાવાની દુષ્પ્રેરણ કરતી પેમ્પલેટ તૈયાર કરનાર મુફ્તીની ઘરપકડ
- કંથારીયા ગામના મુફ્તીએ ગંભીર પ્રકારનું હિન્દૂ ગ્રંથોનું અર્થ ઘટન કરી પત્રિકાની પ્રિન્ટ કરાવવા જતા મુફતીની માનસિકતા ખુલ્લી પડી