google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, April 15, 2024
HomeGujaratભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વન સેતુ ચેતના યાત્રાનું આગમન

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વન સેતુ ચેતના યાત્રાનું આગમન

- દેશના વડાપ્રધાને આદિવાસી સમુદાયની કદર કરી સંસ્કૃતિનું જતન કરવાનું ભગીરથ કામ કર્યું છે : પ્રભારીમંત્રી કુંવરજી હળપતી

ભરૂચ,

સમગ્ર રાજ્યમાં પ્રારંભાયેલી ‘વન સેતુ ચેતના યાત્રા’નો શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નવસારી જિલ્લાના ઉનાઈ ખાતેથી કરાયો છે, ત્યારે યાત્રા તેના બીજા દિવસે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ઢોલ નગારા, નૃત્ય સાથે યાત્રાનું દબદબાભેર પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામા આવ્યું હતું. ત્યારબાદ મોવી ગામ ખાતે પહોંચતા, ભરૂચ જિલ્લા તંત્ર સહિત ગ્રામજનો દ્વારા યાત્રાના રથ તથા પધારેલા મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા વન સેતુ ચેતના યાત્રા વિશે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યુ હતું.

 આ પ્રસંગે, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ રાજય મંત્રી મુકેશ પટેલ,ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતી વિભાગના મંત્રી કુંવરજી હળપતિ અને ભરૂચ મતવિસ્તારના સાંસદ મનસુખ ભાઈ વસાવા, ઝઘડીયાના ધારાસભ્ય રીતેશ ભાઈ વસાવા, ભરૂચ જિલ્લાના કલેકટર તુષાર સુમેરા સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મોવી  ખાતે વન સેતુ ચેતના યાત્રા નો કાર્યક્રમ યોજાયો હતો. 

આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, જળ સંપત્તિ રાજય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં લોકો માટે, લોકોની પડખે રહી કામ કરતી સરકાર છે. આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાય અને સરકાર વચ્ચે સેતુરૂપ ભૂમીકા બાંધવાનો છે. પારદર્શી વહીવટના કારણે સરકારની તમામ યોજના અને તેના લાભ લોકો સુધી પહોંચતા થયા છે. 

વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ વનબંધુ કલ્યાણ યોજનામાં પ્રથમ તબક્કમા ૧૫૦૦ હજાર કરોડથી શરૂઆત થઈ હતી જે આજે  ૨૦૨૩-૨૪ ના વર્ષમાં રૂ.૪૭,૦૦૦ કરોડની જોગવાઈ થઈ છે.આવી જનકલ્યાણની તમામ યોજનાઓ થકી વનબંધુઓ માટે સરકાર સેતુ રૂપ બની છે. તમામ વહિવટી વિસંગતા દુર કરી લોકોના હકનું તેમને આપવાનું કામ કર્યુ છે. 

આદિમ જુથમાં સમુદાયના કોટવાડીયા જાતિના લોકોને પીએમજનમન યોજના થકી પરિવારોને ઘરબેઠાં વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને સરકારના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું છે.વધુમાં સંકલ્પ ભારત વિકાસ યાત્રા દ્નારા ગામે -ગામ જઈ ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓ પહોચાડવાનું કામ કર્યું છે. 

 આ પ્રસંગે પ્રભારીમંત્રી કુંવરજી હળપતીએ પ્રાસંગિગ ઉદ્ બોધન કરતા કહ્યું હતું , દેશના વડાપ્રધાને આદિવાસી સમુદાયની કદર કરી સંસ્કૃતિનું જતન કરવાનું ભગીરથ કામ કર્યું છે.સમગ્ર ભારત આજે રામમય બની ઉત્સવની તૈયારીઓ કરી રહ્યુ છે. રામરાજ્યની હવે તૈયારીઓ આરંભી દેવાની છે. રામરાજયની જેમ આપણા સરકારનો પારદર્શી વહીવટ, તેની યોજના અને નિતિઓ તમામ વર્ગ સુધી પહોચાડી છે.આદિવાસીઓની ખાસ ચિંતા કરી વનબંધુ યોજના, ગુજરાત પેર્ટન,આદિજાતી વિભાગની યોજનાઓ અમલમાં મૂકી છે. જંગલ, જળ અને જમીન સાચવાનું કામ આપણી સરકારે કરી છે. આદિવાસીઓ માટે જમીન, સિંચાઈ, જમીન લેવલીંગ, જમીન ધોવાણ માટે પાળા યોજના જેવી વિવિધ યોજના અમલમાં મૂકી ખેડૂત માટે ચિંતિત રહી છે.વધુમાં આદીવાસીઓના વન અધિકાર પત્રો તેમને આપી પડતર પ્રશ્નો હલ કર્યા છે. હજુ આદીવાસીઓનાતમામ પ્રશ્નો હલ કરવા અને  વિસંગતતાઓ દુર કરવા સરકાર સતત પ્રયત્નશિલ છે. વધુમાં, તેમણે અનુરોધ કરતા કહ્યુ હતું કે, આદીવાસી સમુદાય માટે આદિજાતી વિભાગમાં શિક્ષણ,આરોગ્ય અને રોજગારી જેવી ઘણી યોજનાઓનો છે જેનો લાભ લેવા અનુરોધ તેમણે કર્યો હતો.

આ પ્રસંગે નેત્રંગ, વાલીયા, ઝગડીયા,ડેડીયાપાડા, તાલુકા પંચાયત પ્રમુખો, પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ,પદાધિકારીઓ અને ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ પવારે કર્યું હતું.આ પ્રસંગે કાર્યક્રમના આયોજક એવા ભરૂચ જિલ્લા વન વિભાગ દ્વારા કાર્યક્રમને સુપેરે પાર પાડવા ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!