google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratસ્વીપ એક્ટિવિટી અંતર્ગત જાહેર સ્થળોએ રંગોળી બનાવી નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવાનો...

સ્વીપ એક્ટિવિટી અંતર્ગત જાહેર સ્થળોએ રંગોળી બનાવી નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત નર્મદા જિલ્લામાં હાલ મતદાન જાગૃતિ અભિયાનની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્વીપ એક્ટિવિટીને જિલ્લા કલેક્ટર  શ્વેતા તેવતિયા વેગ આપી રહ્યા છે. જાત નિરિક્ષણ કરી કામની સરાહના કરી રહ્યા છે. 

નર્મદા જિલ્લામાં છોટાઉદેપુર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ નાંદોદ વિધાનસભા અને-ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં આગામી ૭મી મેના રોજ મતદાન યોજાનાર છે. તેમાં ઉંચુ મતદાન થાય તેવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.   

મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લા સ્વીપ એક્ટિવિટી નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેની રાહબરીમાં જિલ્લા સેવાસદનના પ્રવેશદ્વાર જ્યાં જિલ્લાના નાગરિકો મુલાકાતે આવતા હોય છે.એસ.ટી બસ સ્ટેન્ડ જ્યાંથી હજારો નાગરિકો મોટી સંખ્યામાં બસમાં મુસાફરી કરતા હોય છે.તેમજ કાળિયા ભૂત મંદિર પાસેથી નાગરિકો દરરોજ માથું ટેકવી-દર્શન કરી વંદન કરી કામની શરૂઆત કરતા હોય છે.જ્યાં મોટી સંખ્યામાં નાગરિકોની અવર-જવર વધુ હોય તેવા સ્થળે નાગરિકોમાં મતદાન જાગૃતિ કેળવાય અને લોકશાહીના પર્વમાં વધુને વધુ લોકો સહભાગી બને અને અચૂક મતદાન કરે તેવા ઉમદા આશય સાથે રંગોળી બનાવી લોકશાહીના રંગે રંગવાનો નમ્ર પ્રયાસ કરાયો છે. 

શહેરના જાહેર સ્થળો ખાતે મતદાનની અપીલ સાથે શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલી રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.આ અભિયાનને નાગરિકોએ બિરદાવ્યું હતું.આ રંગોળી કાર્યક્રમનો મુખ્ય હેતુ નર્મદા જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતિ કેળવાય અને મતદાનની પ્રક્રિયાથી સભાન બને તેવો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.            

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!