google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, July 23, 2024
HomeGujaratભરૂચ જીલ્લામાં ૪ નવી ફેમિલી કોર્ટને મંજૂરી મળતા જ અરજદારને તેમના તાલુકામાં...

ભરૂચ જીલ્લામાં ૪ નવી ફેમિલી કોર્ટને મંજૂરી મળતા જ અરજદારને તેમના તાલુકામાં ફેમિલી કોર્ટ મળી રહેશે

ભરૂચ,

ગુજરાત રાજ્યમાં નવી ૮૦ ફેમિલી કોર્ટને મંજૂરી આપવામાં આવી છે.જેમાં ભરૂચ જીલ્લામાં પણ ૪ નવી ફેમિલી કોર્ટ આવી છે.જેમાં અંકલેશ્વર,હાંસોટ, ઝઘડીયા,વાલીયા,નેત્રંગ, જંબુસર, આમોદ અને વાગરાનો સમાવેશ કરાયો છે.જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ કૌટુંબિક ઝઘડાઓ પણ વધી રહ્યા છે જેના કારણે ફેમિલી કોર્ટમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે.જેને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સરકાર નાયબ સચિવ આ.ડી.મહેતાએ એક પરિપત્ર બહાર પાડીને રાજ્યમાં ૮૦ નવી ફેમિલી કોર્ટને મંજૂરી આપવામાં આવી છે.જેમાં ભરૂચ જીલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચને ૪ ફેમીલી કોર્ટ ફાળવવામાં આવી છે.જેમાં એક અંકલેશ્વર અને હાંસોટ માટે એક ફેમીલી કોર્ટ,બીજી ઝઘડિયા,વાલીયા અને નેત્રંગ તાલુકા માટે,ત્રીજી જંબુસર અને અમોદ તાલુકા માટે અને ચોથી વાગરા તાલુકાના લોકો માટે ફેમિલી કોર્ટ ફાળવવામાં આવી છે.ત્યારે ભરૂચ જીલ્લામાં ૪ નવી ફેમિલી કોર્ટને મંજૂરી મળતા જ અરજદારને તેમના તાલુકામાં જ ફેમિલી કોર્ટ મળી રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!