google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeCrimeભરૂચની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક ૧.૨૫ લાખની લાંચ લેતા

ભરૂચની ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક ૧.૨૫ લાખની લાંચ લેતા

ઝડપાયો

ભરૂચ,

ભરૂચના બહુમાળી બિલ્ડિંગમાં આવેલી નાયબ નિયામક,ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક ૧.૨૫ લાખની લાંચ લેતા સુરત એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો હતો.આ મામલે એસીબી ટીમે પંચોની રૂબરૂ પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ કામનાં ફરીયાદીએ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ભરૂચ ખાતે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાનનાં નકશા મંજુર કરવા જરૂરી દસ્તાવેજો સાથે પ્રફોર્મા મુજબ અરજી કરી હતી.જે અરજીમાં આક્ષેપિતે ક્વેરી કાઢવામાં આવી હોય ક્વેરી સોલ્વ કરી આગળની કાર્યવાહી કરવાના માટે ૧.૨૫ લાખની માંગણી મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી,ભરૂચ, વર્ગ-૨ના અધિકારી જીગર જગદીશચંદ્ર પટેલે ફરીયાદી પાસે કરી હતી.

જાગૃત નાગરિક લાંચના રૂપિયા આપવા માંગતા ન હોવાના કારણે આ અંગેની જાણ સુરત એસીબી ટીમને કરી હતી.જેથી સુરત એસીબી ટીમના પીઆઈ આર.કે.સોલંકીએ આજરોજ ભરૂચની મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.જેમાં આ કામના આરોપી જીગર જગદીશચંદ્ર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વિકારતા તેમની ચેમ્બરમાં એસીબીના રંગે હાથે ઝડપાઈ જતા હોશ ઉડી ગયા હતા.ટીમે તેમના વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.ભરૂચમાં એસીબીની સફળ ટ્રેપના પગલે લાંચિયા અધિકારીઓ અને  કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!