(સંજય પટેલ,જંબુસર)
પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ૧૦/૧૨/૨૦૧૯ ના દિને જંબુસર તાલુકાના ટંકારી મુકામે પધાર્યા હતા.સ્મૃતિ દિન નિમિત્તે તથા આગામી ૨૭ ડિસેમ્બરના રોજ આત્મીય યુવા પર્વની પ્રગટ ગુરુહરી પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી થનાર હોય જેનું નિમંત્રણ ગામડે ગામડે સુધી પહોંચાડવા અક્ષર પ્રદેશ મૂકતો દ્વારા આત્મીય યુવા બાઈક રેલીનું આયોજન પ્રાદેશિક સંતવર્ય શ્રીજી વલ્લભ સ્વામી,આચાર્ય સ્વામીની રાહબરી હેઠળ કરાયું છે.સદર બાઈક રેલીને જંબુસર આત્મીય પ્રાર્થના હોલ થી સેવક સ્વરૂપ સ્વામી, ધારાસભ્ય ડી કે સ્વામિ,પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા,તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ,અગ્રણી વિરેનભાઈ શાહ,અક્ષરપ્રદેશ પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.સદર બાઈક રેલી ડાભા, ગજેરા,વેડચ,પીલુદરા, ટુંડજ,કાવા,વડદલા,કંથારીયા, ઝામડી, છીદ્રાં,કલિયારી,નાડા સહિતના ગામેથી પસાર થઈ પરત ટંકારી ખાતે આવી પૂર્ણાહુતિ કરાશે આત્મીય બાઈક રેલીમાં અમરીશ મુકતો,યુવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.