google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratઆરોપીને પકડવા ગયેલી પોલીસ પર મરચાની ભૂખી નાખી હુમલો : આરોપીને ઝડપી...

આરોપીને પકડવા ગયેલી પોલીસ પર મરચાની ભૂખી નાખી હુમલો : આરોપીને ઝડપી બે સામે ગુનો નોંધ્યો

- જંબુસર પોલીસે આરોપીને ઝડપી પાડી ફરજમાં અવરોધ ઉભો કરનાર આરોપી અને તેની બહેન સામે ગુનો નોંઘી તપાસ હાથધરી

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર પોલીસ સ્ટેશનના અગાઉના ગુનામાં પકડવાનો આરોપી બાકી હોય બાતમી આધારે તેને ઘરે જંબુસર પોલીસ પકડવા જતા આરોપી બહેને પોલીસની આંખોમાં મરચું નાખી ઝપાઝપી કરી ફરજમાં અવરોધ ઉભો કરવા અંગે ગુનો નોંધાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૨૦ મે ૨૦૨૪ ના રોજ બપોરના અરસામાં જંબુસર પોલીસ સ્ટેશનમાં જંબુસર પોલીસ હાજર હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશજી ગંભીરજીનાઓને બાતમીદારથી બાટલી મળેલ કે અગાઉના ગુનામાં આરોપી જાગીર ઈસ્માઈલ અહેમદ કુરેશી રહે.જંબુસરનાઓ પકડવાનો બાકી હોય તે તેના ઘરે આવેલ છે.જેથી જંબુસર પોલીસે બાટલી વાળી જગ્યાએ પહોંચતા આરોપી ઘરમાં હાજર મળી આવેલ અને તેને ગાડીમાં બેસાડવા જતા આરોપીની બેહને ઘર માંથી લાલ મરચાની ભૂકી ભરી લાવી પોલીસકર્મીની આંખોમાં નાંખી અને આરોપી તથા તેની બહેને પોલીસ સાથે ઝપાઝપી કરી તથા વુમન પોલીસ સાથે પણ ઝપાઝપી કરી ધમકી આપી પોલીસની ફરજમાં અવરોધ ઉભો કરેલ હોય જેથી બંને વિરુદ્ધ જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!