(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયાની સરસ્વતી વિદ્યા મંદિર દ્વારા સાંસ્કૃતિક ધરોહળને જાળવવા અને સંસ્કારનું સિંચન કરવાની વિચારધારા પર કામ કરી ઝઘડિયાની આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછી ફી લઈ સાંસ્કૃતિક આધાર સાથે સાથે શિક્ષણનું સિંચન કરી રહી છે,સરસ્વતી વિદ્યા મંદિરનો અવધ રંગારંગ વાર્ષિક ઉત્સવ ૨૦૨૪ ની ઉજવણી ભારે રંગેચંગે કરવામાં આવી હતી, કાર્યક્રમમાં શિશુ, પ્રાથમિક,માધ્યમિક વિભાગના બાળકોએ ભાગ લઈ ૨૨ જેટલી કૃતિઓ રજૂ કરી હતી, ઉપસ્થિત મહેમાનોએ બાળકો દ્વારા પ્રદર્શિત કરેલ કૃતિઓને ખૂબ વખાણી હતી અને તેમને શાબ્દિક રીતેઆ કાર્યક્રમમાં વડોદરા વિભાગના સંઘચાલક બળદેવભાઈ પ્રજાપતિ,વિદ્યાભારતી ગુજરાત પ્રાંત વડોદરા વિભાગના અધ્યક્ષ વિજયભાઈ સુરતિયા, લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રાંત (દાતાશ્રી) ઈશ્વરભાઈ સજ્જન,રોટરી ક્લબ અંકલેશ્વરના પ્રમુખ ઘનશ્યામભાઈ ગજેરા, શાળાના પ્રમુખ બળવંતસિંહ પુનાડા, શાળાના મંત્રી મહેશભાઈ પુરોહિત,ગામના સરપંચ સુરેશભાઈ વસાવા તથા ટ્રસ્ટીગણ સેવારૂરલના ટ્રસ્ટી બંકિમભાઈ શેઠ તથા વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રોત્સાહિત પણ કર્યા હતા.