google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, October 8, 2024
HomeGujaratસ્વચ્છતા અભિયાન ૨૦૨૩માં શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીઓને જિલ્લા કલેક્ટરના હસ્તે એવોર્ડ અનાયત

સ્વચ્છતા અભિયાન ૨૦૨૩માં શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીઓને જિલ્લા કલેક્ટરના હસ્તે એવોર્ડ અનાયત

- જિલ્લા કલેક્ટર કચેરી (પુરવઠા), જિલ્લા આરોગ્ય વિભાગ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની (નર્મદા) ને તેમની સારી કામગીરી બદલ બિરદાવાઈ - જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન દિવંગત અટલબિહારી વાજપેયીના જન્મ દિવસને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.જેના ભાગરૂપે આજે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની આગેવાનીમાં સુશાસન દિવસની ઉજવણી કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી.
સુશાસન દ્વારા જ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાના લાભ છેવાડાના તમામ વર્ગના લોકો સુધી ટેક્નોલોજીના માધ્યમથી પહોંચાડી શકાય છે.આ સિદ્ધાંત સાથે આગળ ધપી રહેલું ગુજરાત રાજ્ય ગુડ ગવર્નન્સનું મોડેલ સ્ટેટ બન્યું છે.ત્યારે સંવેદનશિલ, પારદર્શક અને હકારાત્મક અભિગમ સાથે સુશાસનમાં અગ્રેસર એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ-૦૧, ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બની જોડાયા હતા અને મુખ્યમંત્રીના પ્રેરક ઉદબોધનને સાંભળ્યું હતું.
નર્મદા જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન ૨૦૨૩ અંતર્ગત જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીઓના અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.જેમાં જિલ્લા કલેક્ટર કચેરી (પુરવઠા), જિલ્લા આરોગ્ય વિભાગ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની(નર્મદા)ને તેમની સારી કામગીરી બદલ બિરદાવાઈ હતી.
સુશાસન દિવસની ઉજવણીને સમાંતર જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પી.એમ જન મન કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં આગીમી ૧૫મી જાન્યુઆરીના રોજ નર્મદા જિલ્લાના આદિમ જૂથના વિકાસ માટે “PMPVTG ડેવલપમેન્ટ મિશન” હેઠળ વડાપ્રધાનશ્રીનો સંવાદ કાર્યક્રમ યોજાનાર છે. જિલ્લામાં વસવાટ કરતા આદિમજૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તેમજ કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ વંચિત લાભાર્થીઓને આવરી લેવાય તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. તેના માટે જિલ્લાના તમામ વિભાગો દ્વારા સાગબારા અને દેડિયાપાડા તાલુકાના અંદાજિત ૫૨ (બાવન) ગામોમાં ઘરે-ઘરે જઈને ૧૩ ટીમો દ્વારા ચાર ગામોના ક્લસ્ટરમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જેની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી ઝડપભેર કામગીરી પૂર્ણ કરવા અને એક-બીજાના સંકલનમાં રહીને ખૂટતી કડીઓને ગામમાં જોડીને પૂર્ણ કરી ૧૦૦ ટકા સેચ્યુરેશન થાય તે દિશામાં કાર્ય કરવા અંગે જરૂરી સૂચનો આપ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!